રેવાડીમાં 19 વર્ષીય વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કેસમાં ત્રણ મુખ્ય આરોપીઓ પૈકી એક નીશુ ફોગાટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે જ ત્રણ આરોપીઓની તસવીર રજૂ કરી દીધી હતી. પોલીસે આરોપીઓને પકડવામાં મદદ કરનાર લોકોને એક લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી છે. પોલીસ પ્રમાણે નીશુએ વિદ્યાર્થિની ઉપર ગેંગરેપની યોજના બનાવી હતી.
પોલીસે જણાવ્યું કે, રેવાડીમાં રહેનારી યુવતી સ્કૂલ ટોપર છે. અને સરકાર દ્વારા સમ્માનિત કરવામાં આવી છે. તેના નજીકના મહેન્દ્રગઢ જિલ્લાના કનીના કશબાના બસ સ્ટોપ ઉપર બુધવારે અપહરણ કરવામાં આવ્યું હતું. પીડિતા કોચિંગ ક્લાસ માટે જઇ રહી હતી. તેને કથિત રીતે નશાયુક્ત પદાર્થ પિવડાવીને વેરાન વિસ્તારમાં લઇ જઇને તેના ઉપર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ યુવતી સિંચાઇ માટે લગાવવાાં આવેલા ટ્યૂબવેલના કમરાતમાં નશાની હાલતમાં મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સંપત્તિ માલિકે દીનદયાલ સહિત બે લોકોની ધરપકડ કરી છે. તેણે પોલીસને જણાવ્યું કે, ઘટના માટે ત્રણ મુખ્ય આરોપી તેના પાસેથી રૂમની ચાવી લઇ ગયા હતા. પોલીસનો દાવો છે કે દીનદયાલ ગુના વિશે જાણતો હતો. પરંતુ તેણે પોલીસને જાણ ન્હોતી કરી.
આ કેસમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યના ડીજીપી બીએસ સંધૂને સંપર્ક કરીને તપાસ પ્રક્રિયાની જાણકારી લીધી હતી. આ કેસમાં ઝડપી કાર્યવાહીમાં વિફલ રહેનારા આરોપ સર રેવાડી પોલીસ અધીક્ષક રાજેશ દુગ્ગલને હટાવી દીધો છે. તેની જગ્યાએ મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત પોલીસ અધીક્ષક રાહુલ શર્મા લેશે. દુગ્ગલ હિસારમાં હરિયાણા આર્મ્ડ બટાલીયનની આગેવાની કરશે.