60 વર્ષના કરાટે કોચ એક વર્ષથી 14 વર્ષની સગીરા સાથે કરતો હતો દુષ્કર્મ, માસૂમે કરી આત્મહત્યાની કોશિશ

આરોપી કરાટે કોચની તસવીર

crime news: સીડબ્લ્યૂસી ટીમે બાળકી સાથે વાત કરતા જાણવા મળ્યું કે તે નાળામાં કૂદતા પહેલા બાળકીને કોઈ ઝેરી પદાર્થ પણ ખાધો હતો. કરાટે કોચ છેલ્લા એક વર્ષથી તેની સાથે દુષ્કર્મ આચરતા હતા.

  • Share this:
    ફરિયાદબાદઃ દિલ્હીની નજીક ફરીદાબાદમાં (Faridabad) ગુરુ અને શિષ્ટને લાંછન લગાડતો પ્રકાશમાં આવ્યો છે. અહીં લગભગ 60 વર્ષના કરાટે કોચે (Karate coach) તેની પાસે કરાટે શીખવા માટે આવતી એક 14 વર્ષી માસૂમને (Molestation with 14 year old girl) પોતાની હવશનો શિકાર બનાવી હતી. પીડિતાએ આોપ લગાવ્યો છે કે કરાટે કોચ છેલ્લા એક વર્ષથી તેની સાથે જબરદસ્તી વારંવાર ખોટું કામ કરતો હતો. લગ્ન કરવાનું દબાણ પણ બનાવતો હતો. જ્યારે તરુણી તેની હરકતોથી કંટાળી તો તેણે આત્મહત્યાની કોશિશ (suicide attempt) કરીહતી. જોકે સીડબ્લ્યૂસીની ફરિયાદના (CWC complaint) આધારે પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ કરાટે કોચ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

    ઘટના અંગે વિગતે વાત કરીએ તો આ ઘટના 23 જૂનની આશરે ત્રણ વાગ્યાની છે જ્યાં ચાઈલ્ડ વેલ્ફેયર કમિટી એટલે કે સીડબ્લ્યૂસીને ફોન આવ્યો કે એ સગીરા ઊંડા નાળામાં કૂદી ગઈ છે. સગીરા કૂદીને તરત જ આજુ બાજુમાં ઉભેલા લોકોએ તેને બચાવવા માટે નાળામાં છલાંગ લગાવી હતી.

    માસૂમને અવચેત અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી અને સીડબ્લ્યૂસીની ટીમને જાણ કરી હતી. ઘટના સ્થળે ટીમ પહોંચીને પોલીસને જાણ કરી હતી. અને બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં દાખલ કરાવી તેની સારવાર ચાલી રહી છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ

    આ પણ વાંચોઃ-સુરતઃ લુખ્ખાઓના આંતકનો live video, અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ

    આ દરમિયાન બાળકીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેના કરાટે કોચ છેલ્લા એક વર્ષથી તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. અને લગ્ન અંગે દબાણ પણ કરતો હતો. સીડબ્લ્યૂસીની ટીમે બાળકીના નિવેદનના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    આ પણ વાંચોઃ-હેવાનિયત! લગ્ન બાદ તરત જ પતિ બન્યો હેવાન, દુલ્હનના પ્રાઈવેટ પાર્ટમાં આવ્યા સાત ટાંકા

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ "માણસને ગુસ્સો આવે એટલે હાથ ઉપાડે, તારી ધોળી ચામડી પર ડાઘ તો દેખાય": સાસુના આ જવાબથી પૂત્રવધુ હેબતાઈ ગઈ

    જેના આધારે પોલીસે વૃદ્ધ કરાટે કોચની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સીડબ્લ્યૂસી ટીમે બાળકી સાથે વાત કરતા જાણવા મળ્યું કે તે નાળામાં કૂદતા પહેલા બાળકીને કોઈ ઝેરી પદાર્થ પણ ખાધો હતો.



    જેના પગલે તેને સારવાર માટે ફરીદાબાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે બાળકીને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી.
    Published by:ankit patel
    First published: