Home /News /crime /

કરુણ ઘટના! ત્રણ મહિનાની ગર્ભવતી પરિણીતાએ કરી આત્મહત્યા, સાત મહિના પહેલા થયા હતા લગ્ન

કરુણ ઘટના! ત્રણ મહિનાની ગર્ભવતી પરિણીતાએ કરી આત્મહત્યા, સાત મહિના પહેલા થયા હતા લગ્ન

મૃતક મહિલાની ફાઈલ તસવીર

Haryana news: ભિવાની જિલ્લામાં કિતલાના નિવાશી પૂનમના લગ્ન આશરે સાત મહિના પહેલા દાદરીના મોડી ગામના રહેવાસી અંકેશ સાથે થયા હતા. પૂનમ અત્યારે ત્રણ મહિનાની ગર્ભવતી હતી. પૂનમ ગુરુવારે સવારે પોતાના રૂમમાં શંકાસ્પદ હાલતમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

વધુ જુઓ ...
    પ્રદીપ સાહૂ, ચરખી દાદરીઃ હરિયાણાના (Haryana) ચરખી દાદરી વિસ્તારમાં એક નવવિવાહિતાએ આત્મહત્યા કરી લીદી હતી. આરોપીએ દહેજ માટે ત્રાસ આપીને હેરાન કરતો હતો. જેના પગલે મોડી ગામમાં ત્રણ મહિનાની ગર્ભવતી મહિલાએ (Pregnant Woman suicide) ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મહિલાની લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ કરાવીને પરિજનોને સોંપી દીધી હતી. માનવામાં આવે છે કે સાત મહિના પહેલા મહિલાના લગ્ન થયા હતા. દહેજ માટે ત્રાસ (Dowry Harassment) આપવા સહિત વિવિધ કલમો હેઠળ પતિ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે

    ભિવાની જિલ્લામાં કિતલાના નિવાશી પૂનમના લગ્ન આશરે સાત મહિના પહેલા દાદરીના મોડી ગામના રહેવાસી અંકેશ સાથે થયા હતા. પૂનમ અત્યારે ત્રણ મહિનાની ગર્ભવતી હતી. પૂનમ ગુરુવારે સવારે પોતાના રૂમમાં શંકાસ્પદ હાલતમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

    ઘટનાની જાણ થતાં જ ઝોઝુ કલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પૂનમની લાશને ફંદા ઉપરથી ઉતારીને પોસ્ટમોર્ટ માટે મોકલી હતી.હોસ્પિટલમાં પહોંચેલા મહિલાના પરિજનોએ સાસરિયા ઉપર દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.

    આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

    આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

    આ પણ વાંચોઃ-ભાવનગરઃ જન્મદિવસની પાર્ટીમાં પડ્યો 'ડખો', ઘાતક હથિયારો વડે બર્થડે બોય ગોપાલની જાહેરમાં કરાઈ હત્યા

    આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

    પરિજનોએ જણાવ્યું કે પૂનમના લગ્ન નવેમ્બર 2020માં થયા હતા. લગ્ન બાદ સાસરીયાઓ દ્વારા તેની પુત્રીને સતત દહેજ માટે ત્રાસ આપતા હતા. પરિજન સુબેદાર ઓમપ્રકાશે સાસરીપક્ષે તેની પુત્રીની હત્યા કર્યાનો આરોપ લગાવ્યો છે.

    પોલીસ તપાસ અધિકારીએ એસઆઈ વિકાસ કુમારે જણાવ્યું હતું કે લાશનું પોસ્ટમોર્ટ કરવામાં આવ્યું છે. આ મામલે મૃતકાના ભાઈની ફરિયાદ ઉપર પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ નોંધી છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથધરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Woman, આત્મહત્યા, હરિયાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन