Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

પ્રેમ લગ્ન કરનારી પુત્રીની હત્યા

Haryana crime news: પિતા પોતાની પુત્રીના પ્રેમ લગ્નથી એટલો બધો નારાજ હતો કે તેણે પોતાની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને હત્યા બાદ લાશને મેરઠ પાસે નહેરમાં ફેંકી દીધી હતી.

  • Share this:
    સોનીપતઃ હરિયાણાના (haryana news) સોનીપતમાં એક હત્યાનો હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતા પોતાની પુત્રીના પ્રેમ લગ્નથી (Daughter love marriage) એટલો બધો નારાજ હતો કે તેણે પોતાની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી (father killed daughter) હતી. અને હત્યા બાદ લાશને મેરઠ પાસે નહેરમાં ફેંકી દીધી હતી. ભારે મહેનત બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો.

    આ ઘટના રાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મુકીમપુર ગામની છે. મોત પહેલા યુવતીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે કહે છે કે જો તેનું મોત થાય તો તેના જવાબદાર તેના પિતા, ભાઈ અને તેમના દોસ્તો રહેશે. આ મામલામાં પોલીસે યુવતીના પિતાની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેની નિશાનદેહી ઉપર લાશને ગંગનહેરમાં શોધવા લાગી છે. યુવતીના પતિએ તેના પિતા વિજયપાલ અને સંબંધી સહિત ચાર લોકો સામે અપહરણની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથધરી હતી. જેમાં તેણે કહ્યું કે જન્મદિવસ મનાવવાના બહાને તેને ઘરે બોલાવી હતી અને તે થોડે દૂર ઊભો રહ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશન સામેથી જ તેની પત્નીનું અપહરણ કરીને લઈ ગયો હતો.

    મુકીમપુર ગામમાં રહેનારી યુવતીએ વર્ષ 2020માં પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેએ પોતાના પરિવારજનો વિરદ્ધમાં જઈને ભાગીને લગ્ન કરી લીધા હતા. બંનેના ઘર ગામમાં પાસે પાસે હતા. બંનેનું ગોત્ર પણ એક જ છે. આના યુવતીના પરિજનો ઉપરાંત આંતિલ ખાપના લોકો પણ નારાજ હતા. લગ્ન બાદ બંને સંતાઈને રહેતા હતા.

    આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

    આ પણ વાંચોઃ-પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

    શાદીના નારાજગીના પગલે યુવતીના પરિજનોએ બંનેને ખોટું બોલ્યા કે હવે તોઓ લગ્ન માટે માની ગયા છે. અને જૂની વાતોને ભૂલીને બંનેને ઘરે પાછા આવવા માટે કહ્યું હતું. પછી બંને સાવધાનીથી સાથે પરિવાર સાથે વાત કરતા હતા. યુવતીના પિતા વિજયપાલને છ જુલાઈએ પુત્રીને ફોન કરીને કહ્યું કે સાત જુલાઈએ તેનો જન્મ દિવસ છે તો બંને જન્મદિવસ મનાવવા માટે ઘરે આવી જાઓ. આ પ્રસંગે બધા મળીને મીઠાઈ ખાઈશું. જૂની વાતનો ભુલાવીને નવી શરુઆત કરીશું.

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

    બંને વિજયપાલની વાતોમાં આવીને સાવધાની સાથે પિતાને ફોન ઉપર જાણ કરીને રોઈ પોલીસ સ્ટેશન સામે વિજયપાલ કારમાં નામજોગ આરોપીઓની સાથે આવીને પુત્રી કનિકાને છ જુલાઈએ બપોર લઈને ગયા હતા. આ સમયે યુવતીનો પતિ દેવપ્રકાશ તેમની નજરથી દૂર ઊભો હતો.

    પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પગલું ભર્યું નહીં. ત્યારબાદ 20 જુલાઈએ દેવપ્રકાશ ફરીથી પોલીસ સ્ટેશન જતો હતો. પોતાની પત્નીની હત્યા અને અપહરણ કર્યાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસ તપાસ શરુ કરી હતી. પોલીસે તપાસમાં યુવતીના પિતાની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. અને સમગ્ર ઘટનાનો ઘટશ્ફોટ થયો હતો.
    Published by:ankit patel
    First published: