Home /News /crime /દહેજમાં ફોર્ચ્યુનર ગાડી ના આપતા વરરાજાએ રોક્યા ફેરા, લગ્ન મંડપમાં બેસી રહી PhD પાસ કન્યા!

દહેજમાં ફોર્ચ્યુનર ગાડી ના આપતા વરરાજાએ રોક્યા ફેરા, લગ્ન મંડપમાં બેસી રહી PhD પાસ કન્યા!

વર અને દૂલ્હન બન્ને સરકારી નોકરી કરે છે

haryana news - કન્યા પક્ષના લોકો વરપક્ષના લોકોના પગે પણ પડ્યા છતા પણ તે લગ્ન માટે રાજી થયા નહીં

કરનાલ : દહેજનું (dowry)દૂષણ આજે પણ અનેક યુવતીઓ અને તેમના પરિવારનું જીવન બગાડી રહ્યું છે. દહેજના કારણે કોઈ પરિણીતાનો જીવ ગયો હોય અથવા ત્રાસ અપાતો હોય તેવા કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો હરિયાણામાં (haryana)નોંધાયો છે. કરનાલ જીલ્લામાં પીએચડી પાસ દુલ્હન (Bride) ના લગ્ન પૈસા અને ફોર્ચ્યુનર ગાડીની ડિમાન્ડ પૂરી ન થવાને કારણે અધવચ્ચે જ અટકી ગયા હોવાની લાંછનરુપ વિગતો સામે આવી છે.

આ કિસ્સામાં આખી રીત દુલ્હન સોળે શણગાર સજીને લગ્ન (Marriage)ની રાહ જોઈને બેસી રહી પણ ફેરા ન થયા. આખરે સવારમાં પોલીસને બોલાવવામાં આવી અને છેવટે વર પક્ષના લોકો પોલીસની સામે લગ્ન કરવા માટે તૈયાર થયા હતા. જોકે, આ ઘટના વખતે પોલીસ (Police) ની સમક્ષ કન્યાપક્ષના લોકોએ વર પક્ષને સવાલ કર્યો કે રાત્રે 2-3 વાગ્યાથી વારંવાર બોલાવવા પર પણ તમે ન આવ્યા અને હવે પોલીસની સામે લગ્ન કરવા તૈયાર થઈ ગયા, પછી તમે કંઈ પણ કરી શકો.

ઘટનાની વાત કરીએ તો જીંદ નિવાસી નસીબ કૃષિ વિભાગમાં સરકારી નોકરી કરે છે અને જે યુવતી જોડે તેના લગ્ન થવાના હતા તે પણ શિક્ષણ વિભાગમાં કાર્યરત છે. બન્ને સરકારી નોકરી કરે છે. કોમલના પિતા NDRIમાં કાર્યરત છે અને દીકરી કોમલને પણ તેમણે જ ઉછેરી છે. દીકરી કોમલનો અભ્યાસ પૂર્ણ થયા પછી તેને સરકારી નોકરી આવી અને હવે તેના પિતા કરનાલમાં તેના લગ્ન કરાવી રહ્યાં હતા. કોમલ અને તેનો પરિવાર મૂળરૂપે યૂપીનો રહેવાસી છે. યુવક -યુવતીનો સંબંધ નક્કી કરવામાં આવ્યો તો કોઈ પ્રકારની માંગણી કરવામાં આવી ન હોવાનું પણ જણાવાયું છે.

આ પણ વાંચો - સુહાગરાતમાં પતિએ રાખી એવી શરત કે વાત પહોચી છૂટાછેડા સુધી, ઘર વસે તે પહેલા જ તૂટી ગયું

કોમલના પિતા જણાવે છે કે, જાન આવ્યા પછી લગ્નની વિધિ કરવામાં આવે છે જેમાં વેવાઈને વિંટી અને વરને ચેઇન આપવામાં આવી હતી. જ્યારે કોમલના પિતા આ રસમ પૂરી કરીને ઊભા થયા તો વરરાજાએ ગળામાંથી ચેઇન કાઢીને ફેંકી દીધી હતી. આવું કરતા કોમલના પિતા તેમની સામે હાથ જોડવા લાગ્યા ત્યારે માલૂમ પડ્યું કે વરરાજાના બનેવી અને નાના ભાઈની પણ ચેઇન જોઈતી હતી.

આ બાબત પર કોમલના પિતાઓ 2 દિવસનો સમય માંગ્યો તો વરપક્ષના લોકો ઈન્કાર કરી ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા અને લગ્ન સમયે ફેરા ફરવાની ના કહેવા લાગ્યા હતા. આ સાથે જ ફોર્ચ્યુનર ગાડી અને 20 લાખ રૂપિયાની ડિમાન્ડ પણ કરવા લાગ્યા હતા. લાંબા સમય સુધી વરપક્ષના લોકો ચર્ચા કરતા રહ્યાં અને કન્યાપક્ષના લોકો તેમના બોલાવતા રહ્યાં. જોકે વારંવાર બોલાવા છતા તે આવ્યા નહીં.

આ પણ વાંચો - 4 વર્ષના રિલેશન પછી ગર્લફ્રેન્ડે કહ્યું - તારી શું ઔકાત છે કે લગ્ન કરું, પ્રેમીએ કરી નાખી હત્યા

ઉલ્લેખનીય છે કે, કોમલ એલએલબી, એલએલએમ, પીએચડીનો અભ્યાસ કરી ચૂકી છે અને હાલ સરકારી નોકરી કરે છે. મંગળવારે સવાર સુધી બન્ને પક્ષોમાં મનાવવાનો દોર યથાવત રહ્યો, પણ જ્યારે વરપક્ષના લોકો ન માન્યા તો આખરે પોલીસ બોલાવવામાં આવી હતી. કોમલની માતાએ કહ્યું કે તે વરપક્ષના લોકોના પગે પણ પડ્યા છતા કોઈ માનવા તૈયાર ન થયું. તેમનો જમાઈ પણ ગાડીની માંગણી કરી રહ્યો છે. વરરાજાના જીજાજી દિલ્લી પોલીસમાં છે, તે આવી ને કહેવા લાગ્યા કે તમે ફોર્ચ્યુનરની વાત કરી હતી હવે કેમ માનતા નથી.

પોલીસે જણાવ્યું કે, સૂચના મળ્યા બાદ તરત જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. હાલ બન્ને પક્ષની વાત સાંભળવામાં આવી રહી છે. કન્યા પક્ષ તરફથી ગાડી, ઘરેણાં અને પૈસાની માંગણીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વરપક્ષના લોકોનું કહેવું છે કે, તેમણે દહેજ લેવાનો ઈન્કાર કર્યો છે. તેમણે ચેઇન ઉતારીને પાછી આપી અને કહ્યું કે 10 દિવસ પછી આપજો. આ જ બાબતે તેમનો ઝગડો થયો. જો આ બાબતે ફરિયાદ નોંધાવામાં આવશે તો આ અંગે તપાસ કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: દહેજ, પોલીસ, હરિયાણા

विज्ञापन
विज्ञापन