Home /News /crime /હરિયાણા: પગ દબાવતા સમયે, પુત્રવધુ સાથે સસરો કરતો અશ્લિલ હરકતો, વિરોધ કર્યો તો મારી દીધી ગોળી થયુ મોત
હરિયાણા: પગ દબાવતા સમયે, પુત્રવધુ સાથે સસરો કરતો અશ્લિલ હરકતો, વિરોધ કર્યો તો મારી દીધી ગોળી થયુ મોત
પુત્રવધુ સાથે સસરો કરતો અશ્લિલ હરકતો, વિરોધ કર્યો તો મારી દીધી ગોળી
Murder in Haryana: પોલીસએ આપેલી માહિતી પ્રમાણે છે કે પરિજનોની ફરિયાદ પર પરણિતાનાં પતિ, સાસુ અને સસરા પર હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહિલાના પતિની ખાનગી સારવારમાં ચાલી રહી છે, પોલીસ તપાસ કાર્યમાં લાગી ગઇ છે. ટૂંક સમયમાં જ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવશે.
નવી દિલ્હી: હરિયાણાનાં પલવલ જિલ્લાનાં અલગીગઢ રોડ સ્થિત કિઠવાડી કોલોનીમાં નવવિવાહિત મહિલાની ગોળી મારી હત્યા (Murder) કરી દેવામાં આવ્યું છે. ગોળી મારવાનો આરોપ તેનાં પતિ, સાસુ અને સસરા પર લાગ્યો છે. વિવાહિતાનાં લગ્ન (Marriage)ને હજું એક મહિનો થયો નથી. પરિજનોનો આરોપ છે કે, પરણિતાનો સસરો તેનાં પર ગંદી નજર રાખતો હતો. અને તેની સાથે અશ્લીલ હરકત કરતો હતો. પરણિતાનાં વિરોધ કરવા પર તેની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ (Police)એ હત્યાનો કેસ દાખલ કરી આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આપને જણાવી દઇએ કે, છેડતીનો વિરોધ કરવાં પર પત્નીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે આ દરમિયાન મહિલાનાં પતિને હાથમાં ગોળી વાગી, જેનો ઇલાજ ખાનગી હોસ્પિટલમાં ચાલુ છે. ચાંદહટ થાણે પોલીસમાં મૃતકનાં પિતાની ફરિયાદ પર પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આશરે એક મહિના પહેલાં સાત ફેબ્રુઆરીનાં તેની 19 વર્ષિય દીકરી રજનીનાં લગ્ન મથુરા જિલ્લાનાં નૌહઝીલ થાણે આવતા સીગોની ગામનાં ગ્રીટિંગ નોહવારની સાથે થયા હતાં.
પગ દબાવવાનાં બહેને કરતો અશ્લીલ હરકત- ગ્રીટિંગ હાલમાં તેનાં પરિવારની સાથે અલીગઢ સ્થિત રોડ, કિઠવાડી કોલોનીમાં રહેતો હતો. લગ્ન બાદથી જ રજનીનાં સસરા મોહન સિંહની તેનાં પર ગંદી નજર હતી. વારંવાર રજનીનાં પગ દબાવવાં બહાને તેની સાથે અશ્લીલ હરકતો તે કરતો હતો. રજનીએ આ ફરિયાદ તેનાં પિતા અને સાસુને કરી હતી. પણ તેમણે તેનો સાથ આપવાની જગ્યાએ તેને ચુપ રહેવાં કહ્યું.
" isDesktop="true" id="1186131" >
પિયર આવવા નહોતા દેતા- રજની વારંવાર પિયર જવાની વાત કરતી, પણ તેને પિયર જવા નહોતી દેવામાં આવતી. શુક્રવારે 4 માર્ચનાં રજનીનાં પતિ, સાસુ અને સસરાએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી છે. જ્યારે તે પલવલ પહોચી તો તેમને રજનીનું શબ જિલ્લા નાગરિક હોસ્પિટલમાંથી મળ્યું.
પોલીસનું કહેવું છે કે ,પરિજનોની ફરિયાદ છે કે, પરણિતાનાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે. મહિલાનાં પતિનો ઇલાજ ખાનગી હોસ્પિટલમાં ચાલુ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર