શરમજનક ઘટના! ભાભીને બ્લેકમેઇલ કરીને દિયરે ત્રણ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, પતિ સાથે અનબનનો ઉઠાવ્યો ફાયદો

ભાભી સાથે દિયરે ત્રણ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

Haryana crime news: 27 વર્ષીય પરિણીતાને તેના પતિ સાથે અનબન રહેતી હતી જેનો ફાયદો દિયરે ઉઠાવ્યો હતો. 2018થી દિયરે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો હતો અને ત્યારબાદ વીડિયોના આધારે બ્લેકમેઈલ કરીને સતત હવસનો શિકાર બનાવતી રહી હતી.-

 • Share this:
  દિનેશ કુમાર, પલવલઃ હરિયાણાના (Haryana news) પલવલ જિલ્લામાં દિયર અને ભાભીના પવિત્ર સંબંધોને શરમથી તાર-તાર કરનારી એક ઘટના બની હતી. એક યુવકે પોતાની ભાભીને ત્રણ વર્ષ સુધી (bhabhi motestation by brother in law) બ્લેકમેઇલ કરી હતી અને સતત ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ કુમારના જણાવ્યા પ્રમાણે 27 વર્ષીય મહિલાએ ફરિયાદ કરી હતી કે તેની તેના પતિ સાથે અનબન રહેતી હતી. લગભગ ત્રણ વર્ષ સુધી દિયરનું તેના ઘરે આવતો રહેતો હતો. વર્ષ 2018માં દિયરે પીડિતા અને તેના પતિની અનબનનો ફાયદો ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું. અને પછી તેનો વીડિયો (blackmail by video) બનાવી લીધાનું કહીને બ્લેકમેઇલ કરતો હતો.

  વીડિયોના આધારે દિયર ભાભીને કરતો હતો બ્લેકમેઇલ
  આ વીડિયોના આધારે દિયર બ્લેકમેઇલ કરીને પીડિતા ઉપર દુષ્કર્મ કરતો રહેતો હતો. 15-20 દિવસ પૂર્વ દિયરે એક ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યું હતું. જેની જાણ પીડિતાના ઘરના લોકોને થઈ હતી. ત્યારબાદ પીડિતાને કહ્યું કે હજી તો ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યું છે. વીડિયો રેકોર્ડિંગ મોકલી દેશે. ત્યારબાદ ભાભીએ દિયર સામે પોલીસ ફરિયાદ કરી હતી.

  આરોપી પોલીસ પકડથી દૂર
  પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથધરી હતી. પરંતુ આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસનું કહેવું છે કે આરોપી ટૂંક સમયમાં પકડાઈ જશે જેની શોધખોળ ચાલું છે.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

  હરિયાણાની યુવતી સાથે હિમાચલમાં દુષ્કર્મ
  ઉલ્લેખનીય છે કે હિમાચલની રાજધાની શિમલા ફરવા આવેલી હરિયાણાની એક સગીર યુવતીએ યુવક ઉપર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આરોપી યુવક પીડિતાની સહેલીનો પરિચિત છે. પીડિયા હરિયાણાના પંચકૂલાની રહેનારી છે. શિમલાથી પંચકુલા પરત ફરતી વખત પીડિતાએ કાલકા પોલીસ સ્ટેશનમાં તેની સાથે ઘટેલી ઘટનાની ફરિયાદ નોંધાવી છે.

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  કાલકા પોલીસ સ્ટેશનમાં સીરો એફઆઈઆર અંતર્ગત ફરિયાદ લઈને શિમલાના સદર પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરી હતી. સિમલાની સદર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી દીધી છે. તપાસ આગળ વધશે એમ અન્ય કલમો પણ ઉમેરવામાં આવી શકે છે. અત્યારે આ કેસમાં કોઈ ધરપકડ થઈ નથી.
  Published by:ankit patel
  First published: