હરિયાણા કોંગ્રેસના પ્રવક્તા વિકાસ ચૌધરીની દિલ્હી નજીક ગોળી મારીને હત્યા

News18 Gujarati
Updated: June 27, 2019, 11:34 AM IST
હરિયાણા કોંગ્રેસના પ્રવક્તા વિકાસ ચૌધરીની દિલ્હી નજીક ગોળી મારીને હત્યા
વિકાસ ચૌધરી

કોંગ્રેસ નેતાની હત્યા ફરિદાબાદના સેક્ટર-9 સ્થિત પીએચસી જીમ બહાર કરવામાં આવી હતી. વિકાસ ચૌધરી અહીં નિયમિત કસરત કરવા માટે જતા હતા.

  • Share this:
હરિયાણા કોંગ્રેસના પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. અમુક અજાણ્યા લોકોએ કોંગ્રેસ પ્રવક્તા પર ફાયરિંગ કર્યું હતું. અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે ચૌધરી પર 12થી 15 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી.

કોંગ્રેસ નેતાની હત્યા ફરિદાબાદના સેક્ટર-9 સ્થિત પીએચસી જીમ બહાર કરવામાં આવી હતી. વિકાસ ચૌધરી અહીં નિયમિત કસરત કરવા માટે જતા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે હરિયાણા કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરી કસરત માટે જીમમાં આવ્યા હતા. જીમ બહાર તેઓ ગાડી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અજાણ્યા લોકોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. તેમને તાત્કાલિક સેક્ટર-9ની સર્વોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સર્વોદય હોસ્પિટલમાં એસીપી જયવીર રાઠીએ વિકાસ ચૌધરીના મોતની પુષ્ટિ કરી છે.

આખો ઘટનાક્રમ :

  • ઘટના સવારે 9.05 વાગ્યાની છે. વિકાસ ચૌધરી અહીં દરરોજની જેમ સેક્ટર-9 ખાતે હુડા માર્કેટ ખાતે પીએચસીમાં જિમ માટે પહોંચ્યા હતા.
  • વિકાસ ચૌધરી પોતાની ફોર્ચ્યુનર ગાડીમાંથી પાણીની બોટલ લઈને ઉતર્યા કે તેમના પર અજાણ્યા લોકોએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

  • વિકાસ ચૌધરી પર આશરે 12થી 15 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

  • વિકાસ ચૌધરી પર બે લોકોએ ગોળી ચલાવી હતી. એક વ્યક્તિએ કારની ડ્રાઇવર બાજુથી તો બીજાએ કારની બીજી બાજુથી ગોળી ચલાવી હતી.

  • વિકાસ પોતે જ ગાડી ચલાવી રહ્યા હોવાથી તેમના ગળા અને છાતિ પર ગોળી વાગી હતી. કારના કાચમાં પણ ચાર ગોળી વાગી હતી.

  • હુમલાખોરો સફેદ રંગની Sx 4 ગાડીમાં આવ્યા હતા.

  • સીસીટીવી કેમેરાનાા ફૂટેજમાં હુમલાખોરો નજરે પડી રહ્યા છે.


INLD છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા વિકાસ ચૌધરી

વિકાસ ચૌધરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડો. અશોક તંવર જૂથના છે. થોડા વર્ષે પહેલા તેઓ ઇન્ડિયન નેશનલ લોક દળમાં હતા. INLDના સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાએ ટિકિટ ન આપતા તેઓ પાર્ટી છોડીને કોંગ્રેસ સાથે જોડાયા હતા.
First published: June 27, 2019, 11:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading