પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ખાટલા પર બાંધી જીવતો સળગાવ્યો, જાણો - પુરી કહાની

News18 Gujarati
Updated: September 17, 2019, 3:58 PM IST
પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ખાટલા પર બાંધી જીવતો સળગાવ્યો, જાણો - પુરી કહાની
6 વર્ષ પહેલા પણ ફરાર થયા હતા પ્રેમી યુગલ

દીકરાના મોતના સમાચાર સાંભળી મા એ પણ આઘાતમાં દમ તોડી દીધો

  • Share this:
ઉત્તર પ્રદેશના હરદોઈ જીલ્લામાં હચમચાવી મુકે તેવી ઘટના સામે આવી છે. અહીં કોતવાલી શહેર વિસ્તારમાં પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચેલા યુવકને યુવતીના પરિવારજનોએ ખાટલા સાથે બાંધી જીવતો સળગાવી મુક્યો. 50 ટકા સળગી ગયેલા યુવકે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. દીકરાના મોતના સમાચાર સાંભળી મા એ પણ આઘાતમાં દમ તોડી દીધો. પોલીસે આ મામલામાં યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

આ મામલો કોતવાલી શહેરના ભદૈચા ગામનો છે, જ્યાંનો રહેવાસી મોનુ રાધેશ્યામની ભત્રીને પ્રેમ કરતો હતો. ગત શનીવારે રાત્રે મોનુ પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો, જ્યાં તેના પરિવારે તેને રંગેહાથ ઝડપ્યો. ત્યારબાદ બધાએ મળી તેને ખાટલા સાથે બાંધ્યો અને જીવતો સળગાવી દીધો. મોનુની ચીસો સાંભળી ગ્રામજનોએ 100 નંબર ડાયલ કરી પોલીસને સુચના આપી. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મોનુને પ્રેમિકાના પરિવારજનોથી આઝાદ કરાવી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા, પરંતુ મોનુએ હોસ્પિટલમાં જ દમ તોડી દીધો. આ બાજુ દીકરાના મોતના સમચાર સાંભળી મોનુની મા પણ આઘાતમાં બીમાર થઈ ગઈ અને તેમનું પણ મોત થયું.

6 વર્ષ પહેલા પણ ફરાર થયા હતા પ્રેમી યુગલ

હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પૂછતાછ શરૂ કરી છે. એસપી આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે, ગામનો જ મોનુ નામનો યુવક રાધેશ્યામની ભત્રિજીને પ્રેમ કરતો હતો. લગભગ 6 વર્ષ પહેલા આ પ્રેમી જોડુ ઘરેથી ભાગી ગયું હતું, પરંતુ ત્યારે યુવતીના પરિવારજનો તેને શોધી પાછી ઘરે લઈ આવ્યા હતા. શનિવાર રાત્રે મોનુ પોતાની પ્રેમિકાને મળવા ઘરે પહોંચ્યો. ત્યારબાદ યુવતીના પરિવારે તેને રંગેહાથ ઝડપ્યો અને ખાટલા સાથે બાંધી જીવતો સળગાવ્યો. લગભગ 50 ટકા સળગી ગયેલા મોનુની ચીસો સાંભળી પોડાશીઓએ પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી.ત્રણ આરોપીની ધરપકડએસપી આલોક પ્રિયદર્શીએ કહ્યું કે, ગ્રામજનોનો આરોપ છે કે, મોનુની મોત બાદ આગાતમાં તેની માતાનું પણ મોત થયું છે. દાવો છે કે, તેની મા લાંબા સમયથી બિમાર હતી. પરંતુ દીકરાના મોત બાદ તેનુ મોત થઈ ગયું. જો આ હકિકત હશે તો વધુ કલમ ઉમેરવામાં આવશે. હાલમાં પોલીસે ત્રણેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
First published: September 17, 2019, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading