હિરોમાંથી ઝીરો : પાટીદાર યુવકોએ હાર્દિક પટેલનું પુતળુ બાળી કર્યો વિરોધ

અમદાવાદઃ પાટીદાર આંદોલનનો બીજો તબક્કો શરૂ થયો છે. ત્યારે પાટીદાર યુવકોમાં જ હાર્દિક સામે આક્રોશ ભભૂક્યો છે. આજે અમદાવાદના સત્તાધાર ચારરસ્તા પાસે પાટીદાર યુવકો દ્વારા હાર્દિક પટેલના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

 • Web18
 • Last Updated:September 03, 2015, 18:08 pm
 • Share this:
  અમદાવાદઃ પાટીદાર આંદોલનનો બીજો તબક્કો શરૂ થયો છે. ત્યારે પાટીદાર યુવકોમાં જ હાર્દિક સામે આક્રોશ ભભૂક્યો છે. આજે અમદાવાદના સત્તાધાર ચારરસ્તા પાસે પાટીદાર યુવકો દ્વારા હાર્દિક પટેલના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

  hardik dahan  ઉલ્લેખનીય છે કે, પાટીદાર યુવકો સરદાર ક્રાંતિ સેના સાથે જોડાયેલા છે. જેઓની આજે સાંજે એક મિટીગ પણ મળવાની છે. હાર્દિક સામે આક્રોશનું કારણ અંગે જાણવા મળ્યું છે કે, હાર્દિકની મહત્વાકાક્ષાથી પાટીદાર સમાજને ભોગવવાનો વારો આવ્યો છે. પાટીદારો જ તોફાનોમાં ભોગ બન્યા છે.

  dahan hardik

  જ્યારે બીજી તરફ હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરી આંદોલનને અવળા પાટે ચડાવી રહ્યો છે. જેને પગલે આવનારા સમયમાં સમાજ માટે મોટુ નુકશાન થવાની પણ દહેશત દેખાઇ રહી છે. જેને લીધે પાટીદાર યુવકો દ્વારા હાર્દિકનો વિરોધ કરાયાનું મનાય છે.

  તો હાર્દિક પટેલે પણ અગાઉ જણાવ્યું હતું કે, મારા વિરોધીઓ મારી પ્રગતિથી નાખુશ છે. હાર્દિકનો આ દાવો સાચો માનીએ તો હાર્દિકના વિરોધી જુથની ચાલ પણ આ હોઇ શકે છે.
  Published by:News18 Gujarati
  First published:September 03, 2015, 17:12 pm

  ટૉપ ન્યૂઝ