હાર્દિકે કહ્યું હું મુસીબતમાં છું, સાંજે મીડિયા સામે આવશે
હાર્દિકે કહ્યું હું મુસીબતમાં છું, સાંજે મીડિયા સામે આવશે
ગઇ કાલથી એકાએક લાપત્તા થયેલા હાર્દિક પટેલે એક મોટું રહસ્ય સર્જ્યું છે. પોલીસ પણ હાર્દિકને શોધવા પ્રયાસ કરી રહી છે ત્યાં હાર્દિક પટેલના વકીલે મોટો ઘટસ્ફોટક કર્યો છે. હાર્દિકનું લોકેશન ટ્રેસ કર્યું હોવાનું તેમજ તેઓ ત્યાં પહોંચી રહ્યા હોવાનું જણાવ્યું છે. વધુમાં હાર્દિક મુસીબતમાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

અમદાવાદ # ગઇ કાલથી એકાએક લાપત્તા થયેલા હાર્દિક પટેલે એક મોટું રહસ્ય સર્જ્યું છે. પોલીસ પણ હાર્દિકને શોધવા પ્રયાસ કરી રહી છે ત્યાં હાર્દિક પટેલના વકીલે મોટો ઘટસ્ફોટક કર્યો છે. હાર્દિકનું લોકેશન ટ્રેસ કર્યું હોવાનું તેમજ તેઓ ત્યાં પહોંચી રહ્યા હોવાનું જણાવ્યું છે. વધુમાં હાર્દિક મુસીબતમાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
બાયડ નજીકના તેનપુર ખાતે ગઇકાલની સભા સંબોધ્યા બાદથી હાર્દિક પટેલ લાપત્તા બનતાં ગત મધરાતે હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે સરકારને 24મી સપ્ટેમ્બર સુધીમાં હાર્દિકને હાજર કરવા માટે આદેશ કર્યો છે. જોકે પોલીસ અટક કરી ન હોવાનું જણાવતાં મામલો ગૂંચવાયો છે.
આ સંજોગોમાં આજે સવારે હાર્દિક ઘાંગધ્રા હાઇવે નજીક હોવાની બાબત સામે આવી હતી. જે અંગે પણ કોઇ નક્કર વિગતો સામે આવી ન હતી. પરંતુ હાર્દિકના વકીલ બી.એમ.માંગુકિયાએ હાર્દિકનું લોકેશન મળી ગયાનું અને તેઓ ત્યાં પહોંચી રહ્યાનો મામલો બહાર આવ્યો છે.
હાર્દિકના વકીલ બી એમ માંગુકિયાએ ઇટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાર્દિકનું લોકેશન ટ્રેસ થયું છે અમે ત્યાં પહોંચી રહ્યા છીએ. પરંતુ હાર્દિક મુસીબતમાં છે. સાંજે મીડિયા સામે આવશે.
પોલીસ દ્વારા હાર્દિકને ઘાંગધ્રા નજીક છોડી દેવાયાનું કહેવાઇ રહ્યું છે તો બીજી તરફ પોલીસ આ વાતને ખોટી ગણાવી રહી છે. હાર્દિકને પોલીસે ગોંધી રાખ્યો હોવાની વાત સામે આવી રહી છે તો બીજી તરફ રાજ્ય ગૃહમંત્રી રજનીભાઇ પટેલે આ વાતને તદ્દન ખોટી ગણાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર