ટિક-ટોક પર પાંચ લાખ ફોલોઅર્સ ધરાવતા મોહિત પર અંધાધૂંધ ફાયરિંગ, મોત

મોહિત મોર

ગભીર રીતે ઘાયલ થયેલા 27 વર્ષીય મોહિત મોર નામના જીમ ટ્રેનરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

 • Share this:
  નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વખત ગેંગવૉરનો મામલો સામે આવ્યો છે. દ્વારકા મોડ મેટ્રો સ્ટેશન નજીક બે દિવસ પહેલા થયેલી ગેંગવૉર અને પોલીસ ફાયરિંગમાં બે બદમાશોનાં મોત થયા છે. જ્યારે નફઝગઢ વિસ્તારમાં ટિક-ટોક પર પાંચ લાખ ફેન ફોલોવિંગવાળા જિમ ટ્રેનર પર મંગળવારે સાંજે ફાયરિંગ થયું હતું. ગભીર રીતે ઘાયલ થયેલા 27 વર્ષીય મોહિત મોર નામના જિમ ટ્રેનરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

  મોહિત મોરના ટિક-ટોક પર પાંચ લાખ કરતા વધારે ફોલોઅર્સ હતા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા મોહિતના ઇન્સ્ટાગ્રામ પર પણ ત્રણ હજારથી વધારે ફોલોઅર્સ હતા.

  પ્રાપ્ત વિગત પ્રમાણે, મોહિતને મંગળવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગોળી મારવામાં આવી હતી. તે નફઝગઢની માર્કેટની એક દુકાન પર ગયો હતો. અહીં બાઇક પર આવેલા ત્રણ બદમાશોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સાત ગોળી વાગતા મોહિતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિમ ટ્રેનરની હત્યાનું કારણ વેરભાવ હોઈ શકે છે. મામલાની તપાસ કરી રહેલી પોલીસની ટીમે મોહિતના પરિવારની પણ પૂછપરછ કરી છે. મોહિતનો કોલ રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યો છે.

  નોંધનીય છે કે દિલ્હીમાં રવિવારે સાંજે દ્વારકા મોડ મેટ્રો સ્ટેશન નજીક ગેંગવૉરમાં બે બદમાશોનાં મોત થયા છે. બદમાશોની બંને ગેંગ સામસામે આવી ગઈ હતી. જાહેરમાં જ ગોળી ચાલી હતી. મૃતકમાંથી એક દુશ્મનની ગેંગની ગોળીથી માર્યો ગયો તો બીજો પોલીસની ગોળીથી માર્યો ગયો હતો.  આ દરમિયાન અહીં પહોંચેલી પીસીઆરવાનના કર્મચારીએ બદમાશોને પડકાર ફેંક્યો તો ગેંગ તરફથી પોલીસ પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની કાર્યવાહીમાં એક બદમાશનું મોત થઈ ગયું હતું. માર્યા ગયેલા બદમાશનું નામ પ્રવીણ ગેહલોત હતું. તે નવાડા વિસ્તારનો રહેવાશી હતો. મંજીત ગેંગ સાથે સંબંધ ધરાવતા પ્રવીણ ગેહલોતને બીજા બદમાશ વિકાસ દલાલે ઠાર કર્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: