Home /News /crime /

રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ લેવા જતાં પ્રિન્સિપાલ રેલવેમાં લૂંટાયા

રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ લેવા જતાં પ્રિન્સિપાલ રેલવેમાં લૂંટાયા

શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ સ્વીકારવા દિલ્હી જઇ રહેલા પ્રિન્સિપાલને લૂંટી લેવાનો કિસ્સો સામે આવતાં મામલો ચર્થેચાસ્પદ બન્યો છે.

શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ સ્વીકારવા દિલ્હી જઇ રહેલા પ્રિન્સિપાલને લૂંટી લેવાનો કિસ્સો સામે આવતાં મામલો ચર્થેચાસ્પદ બન્યો છે.

  • News18
  • Last Updated :
ગ્વાલિયર # શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ સ્વીકારવા દિલ્હી જઇ રહેલા પ્રિન્સિપાલને લૂંટી લેવાનો કિસ્સો સામે આવતાં મામલો ચર્થેચાસ્પદ બન્યો છે.

ગ્વાલિયરની કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ રેખા સક્સેના શિક્ષક દિવસે દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. રાષ્ટ્રપતિના હસ્તે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થનાર હતો.

સમતા એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એમને લૂંટી લેવાયા હતા. લુટારૂઓ એમના રૂ.50 હજાર અને પર્સમાં રાખેલ અન્ય સામાન લૂંટી ફરાર થઇ ગયા હતા. વેન્ડર બનીને લુટારૂઓ કોચમાં ઘૂસી આવ્યા હતા અને સ્પ્રે છાંટીને પહેલા બેભાન કર્યા હતા અને બાદમાં લૂંટ કરીને ભાગી ગયા હતા. જ્યારે પ્રિન્સિપાલ રેખા સક્સેનાને દિલ્હીની મૂલચંદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
First published:

Tags: એવોર્ડ, રાષ્ટ્રપતિ, શિક્ષક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन