ડેરાથી મળી હાર્ડ ડિસ્કમાં બંધ છે હનીપ્રીતનાં રહસ્યો

Network18 | News18 Gujarati
Updated: October 6, 2017, 2:07 PM IST
ડેરાથી મળી હાર્ડ ડિસ્કમાં બંધ છે હનીપ્રીતનાં રહસ્યો
Network18 | News18 Gujarati
Updated: October 6, 2017, 2:07 PM IST
ડેરા સચ્ચા સોદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમની માનેલી દીકરી હનીપ્રીત પોલાસનાં સંકજામાં છે. જેમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. હાલમાં કથિત રીતે તે SITની પૂછ પરછમાં સહયોગ નથી આપી રહી.

હરિયાણા અને પંજાબ પોલીસ ગુરૂવારે તેને લઇને ભઠિંડાની નઇ બસ્તીની ગઇ નંબર 5માં ગઇ હતી. જ્યાં તે છેલ્લાં કેટલાંય દિવસોથી રોકાઇ હતી. સોર્સિસની માનીયે તો હનીપ્રીત જ ડેરાનું આખુ ફાઇનાન્સ જોતી હતી. પોલીસને આ જગ્યાએથી એક હાર્ડ ડિસ્ક પણ મળી છે જેમાં ગુરમીતનાં 700 કરોડ રૂપિયાની સંપત્તિની જાણકારી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, આ હાઇ ડિસ્કને બાળી નાખવાનો પણ પ્રયાસ થઇ ચુક્યો છે. પણ સમય રહેતા પોલીસે તેમાંથી ડેટા રિકવર કરી લીધો છે. આ ડિસ્કમાં ગુરમીત રામ રહિમનું હવાલા કનેક્શન પણ છે. આ સાથેજ અન્ય ઘણાં લેણ-દેણની જાણકારી તેનાંથી મળે છે. પોલીસ તેને બાદમાં EDને શોંપશે.

તો બીજી તરફ દિવંગત પત્રકાર રામચંદર છત્રપતિનાં પૂત્ર અંશુલ છત્રપતિએ દાવો કર્યો હતો કે, 38 દિવસોમાં હનીપ્રીતની ટ્રેનિંગ આપવામાં આવી હતી કે ધરપકડ બાદ તેને કેવી રીતે પોલીસનો સામનો કરવાનો છે. છત્રપતિનું કહેવું છે કે, મીડિયાની સામે હનીપ્રીત જે બોલી તે તેને શીખતા 38 દિવસ લાગ્યા છે.

અંશૂલ છત્રપતિનું કહેવું છે કે, એવી સૂચનાઓ આવી રહી છે કે હનીપ્રીતની મદદથી ડેરા પ્રમુખનાં સંબંધી પંજાબ કોંગ્રેસનાં નેતા હરમિંદર જસ્સીએ કરી હતી. તેમની ઉચ્ચસ્તરીય તાપસ થવી જોઇએ. અંશુલ છત્રપતિએ કહ્યું કે, પોલીસ ઇનવેસ્ટિગેશનમાં હનીપ્રીત ખોટી જાણકારી આપે છે. અને કોઇ જ વાતનો સાચો જવાબ કહેતી નથી.

અંશુલે કહ્યું કે, કોઇ પણ રાજકીય દળ આજે તે સાધવીઓ માટે સમ્માનનાં બે શબ્દ નથી બોલી રહ્યું જેમણે રામ રહીમને જેલમાં મોકલ્યો. અંશુલનું કહેવું છે કે બધી જ પાર્ટીઓ તેમનો રાજકીય રોટલો શેકી રહી છે. વોટબેંકને કારણે કોઇપણ રાજકીય દળ આ મામલે બોલવા તૈયાર નથી.
First published: October 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर