ઝઘડામાં પતિએ છરીના ઉપરાછાપરી 40 ઘા મારી પત્નીની હત્યા કરી નાંખી

News18 Gujarati
Updated: February 4, 2019, 12:18 PM IST
ઝઘડામાં પતિએ છરીના ઉપરાછાપરી 40 ઘા મારી પત્નીની હત્યા કરી નાંખી
પંકજ ભારદ્વાજે તેના સાગરીત નશીમ અહેમદ સાથે મળીને પત્નીની હત્યા કરી નાંખી હતી.

પોલીસની પુછપરછમાં યુવક પંકજ ભારદ્વાજે એવી કબૂલાત કરી કે પત્ની વારંવાર અપમાન કરતી હતી તેનાથી કંટાળીને હત્યા કરી નાંખી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: હરિયાણાના ગુરગાંવમાં એક મહિલાની થયેલી હત્યાએ ચકચાર જગાવી છે. ગુરગાંવના અશોક વિહાર વિસ્તારમાં રહેતાં પંકજ ભારદ્વાજ નામના વ્યક્તિએ પોતાની જ પત્નીને છરીના ઉપરાછાપરી 40 ઘા મારી અને તેની હત્યા નીપજાવી હોવાની વિગતો બહાર આવી છે. આ બનાવની જાણ થતાં જ પોલીસે ગણતરીની કલાકોમાં પંકજ ભારદ્વાજની ધરપકડ કરી હતી.

પોલીસની પુછપરછમાં 28 વર્ષના પંકજ ભારદ્વાજે કબૂલ કર્યુ હતું કે તેણે પોતાના સાગરિત નશીમ અહેમદ સાથે મળીને પત્નીની હત્યા કરી નાખી. ગુરગાંવ પોલીસના પીઆરઓ સુભાષ બોકને જણાવ્યું હતું કે પોલીસે બંનેની ધરપકડ કરી છે.

પંકજ ભારદ્વાજનું લગ્ન વર્ષ 2016માં એપ્રિલ મહિનામાં વંશીકા શર્મા સાથે થયું હતું. પોલીસ પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે પત્ની વારંવાર તેનું અપમાન કરતી હોવાથી તે કંટાળી ગયો હતો અને અંતે તેનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. રવિવારે રાત્રે જ્યારે પત્ની ઉંઘી રહી હતી ત્યારે પંકજ ભારદ્વાજે તેના સાગત સાથે મળીને પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હતી.

ઘટનાની જાણ થતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પંકજ ભારદ્વાજને લક્ષમણ વિહાર એરિયાથી દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી પંકજ ભારદ્વાજ દિલ્હીમાં લોકલ સાપ્તાહિકનો સંપાદક છે.
First published: February 4, 2019
વધુ વાંચો
अगली ख़बर