પત્નીના મોત બાદ આઠ વર્ષની દીકરી પર દુષ્કર્મ કરતો રહ્યો નરાધમ પિતા

News18 Gujarati
Updated: April 30, 2019, 8:24 AM IST
પત્નીના મોત બાદ આઠ વર્ષની દીકરી પર દુષ્કર્મ કરતો રહ્યો નરાધમ પિતા
પ્રતિકાત્મક તસવીર

બાળકીએ પોતાના પાડોશમાં રહેતા લોકોને આપવીતી વર્ણવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો અને નરાધમ પિતા જેલના સળિયા પાછળ ધકેલાયો.

  • Share this:
ગુરુગ્રામ : ગુરુગ્રામ પોલીસે આઠ વર્ષની દીકરી પર મહિનાઓ સુધી બળાત્કાર કરવાના ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે યુવકની દીકરીએ તેના પાડોશીને આપવીતી વર્ણવી હતી, આ અંગે પાડોશીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે બાળકીના પિતાની ધરપકડ કરી હતી. પીડિત બાળકી હાલ ધોરણ-4માં અભ્યાસ કરી રહી છે.

એસીપી(ક્રાઇમ) શમશેર સિંઘે જણાવ્યું કે, થોડા દિવસોથી બાળકીનું વર્તન બદલાઈ ગયું હતું. આ સંદર્ભે પાડોશીઓએ તેની પૂછપરછ કરતા ભયંકર હકીકત સામે આવી હતી. ખુદ પિતા બાળકી પર બળાત્કાર કરી રહ્યો હોવાનું જાણ્યા બાદ પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, "પીડિત બાળકી પટૌડી વિસ્તારમાં તેના પિતા સાથે રહે છે. બાળકીની માતાના નિધન બાદ તેનો પિતા છેલ્લા કેટલાક મહિનાઓથી તેની દીકરીનું શારીરિક શોષણ કરી રહ્યો હતો."

બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે, "તેનો પિતા દારૂ પીને દરરોજ રાત્રે તેની સાથે દુષ્કર્મ કરતો હતો. ગત અઠવાડિયે તેણે બે વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું."

પોલીસે આ કેસમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે બાળકીને બાળગૃહમાં મોકલી આપી છે. અહીં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.
First published: April 30, 2019, 8:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading