જજનાં પત્નીએ ધમકાવતા સુરક્ષા ગાર્ડે ચલાવી હતી ગોળી: ગુરુગ્રામ પોલીસ

જજની પત્ની અને પુત્રની હત્યા કરનાર આરોપી મહિપાલ

ગુરુગ્રામના જજની પત્ની અને પુત્ર ઉપર ગોળી ચલાવાના મામલામાં ગુરુગ્રામ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

 • Share this:
  ગુરુગ્રામના જજની પત્ની અને પુત્ર ઉપર ગોળી ચલાવાના મામલામાં ગુરુગ્રામ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ડીજીપી ક્રાઇમ સુમિતે જણાવ્યું હતું કે, ગનર મહિપાલ છેલ્લા દોઢ વર્ષથી જજના પીએસઓ હતા. તેમણે જણાવ્યું કે, એસઆિટીની ટીમ સતત આરોપી મહિપાલ સાથે પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, જજના પરિવારને માર્કેટમાં છોડીને ચાલ્યો ગયો હતો. ખાસા સમય પછી તે પાછ આવ્યો ત્યારે જજની પત્નીએ તેને ધમકાવ્યો હતો.

  એટલા માટે મહિપાલને ગુસ્સો આવ્યો હતો. અને જજના પરિવાર ઉપર ગોળી ચલાવી દીધી હતી. મહિપાલને પહેલાથી કોઇ હત્યાનો પ્લાન ઘડ્યો ન્હોતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિપાલે પોતે જ કબુલ્યું છે કે, જજનો પરિવાર ખુબ જ સારો હતો.

  મહિપાલે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, જજના પરિવારે અત્યારસુધી ક્યારેય તેને હેરાન કર્યો નથી. જ્યારે મહિપાલ પણ ઘટના બન્યા પછી ફરાર થવાની સંપૂર્ણ કોશિશ કરી હતી. મહિપાલે જજના પુત્ર ધ્રુવને ઉઠાવીને લઇ જઇ રહ્યોહતો. કારણ કે પુરા નષ્ટ કરવા ઇચ્છતા હતા.

  ઉલ્લેખનીય છે કે, ગુરુગ્રામના સેક્ટર - 49ના બજારમાં શનિવારે મોડી સાંજે હુમલાવરોએ એડિશનલ સેશન જજની પત્ની અને પુત્રની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આરોપી સરકારી ગનરને પોલીસે ધરપકડ કરી હતી. પત્ની અને પુત્ર ઉપર હુમલો ત્યારે થયો જ્યારે તેઓ માર્કેટમાં ખરીદી કરવા માટે ફરી રહ્યા હતા. બંનેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
  Published by:ankit patel
  First published: