Home /News /crime /દાઉદને ભારત લવાશે, પ્રત્યાપર્ણની પ્રક્રિયા હાથ ધરાઇ

દાઉદને ભારત લવાશે, પ્રત્યાપર્ણની પ્રક્રિયા હાથ ધરાઇ

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથીદાર દાઉદ મર્ચન્ડને ભારત લવાશે. બાંગ્લાદેશ સાથે એના પ્રત્યાપર્ણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુલશન કુમારની હત્યામાં સંડોવાયેલ દાઉદ ભારતથી બાંગ્લાદેશ ભાગી ગયો હતો.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથીદાર દાઉદ મર્ચન્ડને ભારત લવાશે. બાંગ્લાદેશ સાથે એના પ્રત્યાપર્ણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુલશન કુમારની હત્યામાં સંડોવાયેલ દાઉદ ભારતથી બાંગ્લાદેશ ભાગી ગયો હતો.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથીદાર દાઉદ મર્ચન્ડને ભારત લવાશે. બાંગ્લાદેશ સાથે એના પ્રત્યાપર્ણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુલશન કુમારની હત્યામાં સંડોવાયેલ દાઉદ ભારતથી બાંગ્લાદેશ ભાગી ગયો હતો.

બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલે કહ્યું કે, વિદેશી કેદીઓની સજા પુરી થતાં એમને એમના દેશમાં પરત મોકલવામાં આવશે જેમાં દાઉદ મર્ચન્ટ પણ છે.

દાઉદ મર્ચન્ટનું નામ અબ્દુલ રઉફ છે. 1997માં ટી સીરીઝ કંપનીના સંસ્થાપક ગુલશન કુમારની હત્યાના મામલામાં દાઉદ મર્ચન્ટને આજીવન કેદની સજા સંભળાવાઇ હતી. આ સંજોગોમાં તે મુંબ્રામાં પોતાના પરિવારને મળવા માટે 15 દિવસ માટે પેરોલ પર આવ્યા હતો આ દરમિયાન તે ભારતથી બાંગ્લાદેશ ભાગી ગયો હતો.

બાંગ્લાદેશ પોલીસે એને મે 2009માં એક બાતમીને આધારે બ્રાહ્મબરિયા જિલ્લામાંથી ઝડપી લીધો હતો અને એની સામે બાંગ્લાદેશમાં ઘૂષણખોરી કરવાનો ગુનો નોંધાયો હતો. જેમાં એને સજા કરાઇ હતી. ડિસેમ્બર 2014માં જેલમાંથી છુટ્યા બાદ આતંકવાદીઓ સાથે સંપર્ક રાખવાની શંકાને આધારે ફરીથી ઝડપી લેવાયો હતો.
First published:

Tags: અંડર વર્લ્ડ ડોન, આતંકવાદી, દાઉદ ઇબ્રાહિમ, બાંગ્લાદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन