Home /News /crime /

VIDEO : ગુડગાંવમાં કોલેજ પાસેથી યુવતીનું દિનદહાડે અપહરણ

VIDEO : ગુડગાંવમાં કોલેજ પાસેથી યુવતીનું દિનદહાડે અપહરણ

હરિયાણામાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એ તો જગજાહેર છે, પરંતુ હવે દિવસે દિવસે હાલાત વધુ ખરાબ થઇ રહ્યા છે. આજે ગુડગાંવની ડીએસડી કોલેજ આગળથી દિનદહાડે એક કારમાં યુવતીનું અપહરણ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નંબર પ્લેટ વગરની કારમાં બદમાશો યુવતીને ઉપાડી ગયા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ગુડગાંવ # હરિયાણામાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એ તો જગજાહેર છે, પરંતુ હવે દિવસે દિવસે હાલાત વધુ ખરાબ થઇ રહ્યા છે. આજે ગુડગાંવની ડીએસડી કોલેજ આગળથી દિનદહાડે એક કારમાં યુવતીનું અપહરણ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નંબર પ્લેટ વગરની કારમાં બદમાશો યુવતીને ઉપાડી ગયા હતા.

ટ્રાફિકવાળા વિસ્તારમાંથી બદમાશો નંબર પ્લેટ વગરની શિફ્ટ કારમાં યુવતીને ઉપાડી ગયા હતા. આ ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે, બદમાશો નંબર પ્લેટ વગરની શિફ્ટ કારમાં આવ્યા હતા અને વિદ્યાર્થીની પાસે પહોંચીને દરવાજો ખોલ્યો હતો અને યુવતીને પકડી અંદર ખેંચી લીધી હતી. યુવતીએ ચીસો પાડી પરંતુ સમજીને કોઇ મદદ કરવા આગળ આવે એ પહેલા તો બદમાશો કાર લઇ ફરાર થઇ ગયા હતા.

કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી. આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published:

Tags: અપહરણ, કાર, કોલેજ, ગુડગાંવ, પોલીસ`, યુવતી`

આગામી સમાચાર