Home /News /crime /

પઠાણકોટમાં 5મો આતંકી પણ ઠાર મરાયો, સર્ચ ઓપરેશન ચાલુ

પઠાણકોટમાં 5મો આતંકી પણ ઠાર મરાયો, સર્ચ ઓપરેશન ચાલુ

પંજાબના પઠાણકોટ જિલ્લામાં શનિવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં છેવટે સેનાએ પાંચમા આતંકીને પણ ઠાર કર્યો હતો. આતંકવાદીઓ સાથેની અથડામણ સમાપ્ત થઇ છે. પરંતુ હજુ પણ કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાની બાતમીને પગલે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પઠાણકોટ # પંજાબના પઠાણકોટ જિલ્લામાં શનિવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં છેવટે સેનાએ પાંચમા આતંકીને પણ ઠાર કર્યો હતો. આતંકવાદીઓ સાથેની અથડામણ સમાપ્ત થઇ છે. પરંતુ હજુ પણ કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાની બાતમીને પગલે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

ગૃહમંત્રી રાજનાથસિંહે ટ્વિટ કરીને માહિતી આપી કે, આતંકવાદીઓ વિરૂધ્ધનું ઓપરેશન પુરૂ થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોએ શાબાશી આપી હતી.

પાંચમો આતંકવાદી ઠાર કરાયો છે. પરંતુ સેનાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હુમલાવાળી જગ્યાથી વાયુસેનાનો કેમ્પ માત્ર 300 મીટર જ દુર હતી. અહીં હુમલો કરનારા પાંચેય આતંરવાદીઓને સેનાએ ઠાર કર્યા છે. આ હુમલો વહેલી સવારે 3-30 કલાકે થયો હતો. આ અથડામણમાં વાયુસેનાના 3 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે તો અન્ય છ ઘાયલ થયા છે. આતંકવાદીઓ વાયુસેનાની વર્દીમાં આવ્યા હતા. આતંકવાદીઓની સંખ્યા છ હોવાનું કહેવાઇ રહ્યું છે. પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા છે તો હજુ એક આતંકી ફરાર હોવાને પગલે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, પઠાણકોટ, શહીદ જવાન, સુરક્ષા એજન્સી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन