Home /News /crime /

આતંકવાદીઓની ચૂંગાલમાંથી કેવી રીતે બચ્યા એસપી સલવિંદરસિંહ? વાંચો આપવીતી

આતંકવાદીઓની ચૂંગાલમાંથી કેવી રીતે બચ્યા એસપી સલવિંદરસિંહ? વાંચો આપવીતી

પંજાબના પઠાણકોટ વાયુસેના કેમ્પ પર હુમલો કરતાં પહેલા આતંકવાદીઓએ એસપી સલવિંદર સિંહનું અપહરણ કરી એમની કાર પર કબ્જો કર્યો હતો. આતંકવાદીઓએ કાર પડાવી સુલવિંદરસિંહને બાંધીને રસ્તાની બાજુમાં ફેંકી દીધા હતા. તો પછી તેઓ કેવી રીતે છટક્યા? વાંચો સમગ્ર ઘટનાની કેફિયત અને એસપીની આપબીતી

પંજાબના પઠાણકોટ વાયુસેના કેમ્પ પર હુમલો કરતાં પહેલા આતંકવાદીઓએ એસપી સલવિંદર સિંહનું અપહરણ કરી એમની કાર પર કબ્જો કર્યો હતો. આતંકવાદીઓએ કાર પડાવી સુલવિંદરસિંહને બાંધીને રસ્તાની બાજુમાં ફેંકી દીધા હતા. તો પછી તેઓ કેવી રીતે છટક્યા? વાંચો સમગ્ર ઘટનાની કેફિયત અને એસપીની આપબીતી

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
#હરિયાણા #પંજાબના પઠાણકોટ વાયુસેના કેમ્પ પર હુમલો કરતાં પહેલા આતંકવાદીઓએ એસપી સલવિંદર સિંહનું અપહરણ કરી એમની કાર પર કબ્જો કર્યો હતો. આતંકવાદીઓએ કાર પડાવી સુલવિંદરસિંહને બાંધીને રસ્તાની બાજુમાં ફેંકી દીધા હતા. તો પછી તેઓ કેવી રીતે છટક્યા? વાંચો સમગ્ર ઘટનાની કેફિયત અને એસપીની આપબીતી

હું મારા સાથીઓ સાથે મહિન્દ્રા જાયલો કારમાં બેસી બામિયાલ પઠાણકોટ રોડ પર આવેલા ગુરૂદ્વારાથી પરત આવી રહ્યો હતો. આ સમયે મારી સાથે મારા મિત્ર રાજેશ વર્મા અને રસોઇયો હતો. અચાનક રસ્તા વચ્ચે સેનાની વર્દી પહેરેલા કેટલાક યુવકોએ ગાડી રોકવા ઇશારો કર્યો હતો. ગાડી ઉભી રાખતાં તેઓ બળજબરીથી ઘૂસી આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે પાછળ હટો અને તે ગાડીમાં બેસી ગયા હતા. એમની હરકતથી મને તેઓ આતંકવાદી હોવાનો અંદાજો આવી ગયો હતો. આ સમયે મારો મિત્ર રાજેશ વર્મા ગાડી ડ્રાઇવ કરી રહ્યો હતો. આતંકીઓએ અમને કહ્યું કે, અવાજ કરશો તો ગોળી મારી દઇશ. પછી અમારા મોબાઇલ પડાવી લીધા અને ગાડીનો કબ્જો લીધો હતો.

આતંકીઓની સંખ્યા ચારથી પાંચ હતી. આતંકીઓના હાથમાં એકે 47 રાયફલ હતી અને તેમણે સેનાની વર્દી પહેરેલી હતી. તે ઉર્દુ, પંજાબી અને હિન્દીમાં વાત કરતા હતા. આતંકીઓએ મારી આંખો પર પટ્ટી બાંધી હતી. એ સમયે હું કંઇ જોઇ શકતો ન હતો. કિસ્મતથી મારી પાસે કોઇ હથિયાર ન હતું, નહીંતર કંઇ પણ થઇ શકતું હતું.

શરૂઆતમાં આતંકીઓને એ ખબર ન હતી કે હું પંજાબ પોલીસમાં એસપી છું. પરંતુ આ સમયે મારા ગનમેને મારા મોબાઇલ પર ફોન કર્યો, તેણે મને સલામ સાહેબ કહ્યું ત્યારે આતંકીઓને ખબર પડી કે હું કોઇ પોલીસ અધિકારી છું. આતંકવાદીઓએ તરત જ મારો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો.

તો બીજી તરફ આતંકવાદીઓએ પાકિસ્તાનમાં પોતાના આકાઓ સાથે વાત પણ કરી. આતંકવાદીઓ પાસે જીપીઆરએસ પણ હતું. જેની મદદથી તેઓ વાયુસેના કેમ્પ સુધી પહોંચવામાં સફળ રહ્યા હશે. બાદમાં આતંકવાદીઓએ મને અને રસોઇયાને બાંધીને રસ્તા કિનારે ફેંકી દીધા હતા. બાદમાં આતંકવાદીઓએ રાજેશ ઉપર ચાકૂથી હુમલો કર્યો હશે. ત્યાર બાદ લાગે છે તે મને શોધવા આવ્યા હશે.

ત્યારબાદ મેં તરત જ પોલીસને ઘટનાની જાણકારી આપી. ઉપરવાળોનો આભાર માનવો રહ્યો કે મને નવી જીંદગી મળી.
First published:

Tags: આતંકવાદી હુમલો, પઠાણકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन