Home /News /crime /

પઠાણકોટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, એસપી સલવિંદરસિંહ કંઇ છુપાવી રહ્યાની રાવ!

પઠાણકોટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, એસપી સલવિંદરસિંહ કંઇ છુપાવી રહ્યાની રાવ!

પંજાબના પઠાણકોટ વાયુસેના પર હુમલા પહેલા ગુરદાસપુરના એસપી સલવિંદર સિંહના અપહરણ મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અત્યાર સુધી સલવિંદરસિંહનું કહેવું હતું કે, તે અવારનવાર દરગાહ પર જતા આવતા હતા. તો પંજપીર દરગાહના સંચાલક સોમે સલવિંદરની વાતોનો છેદ ઉડાવતાં કહ્યું હતું કે, તે પહેલી વખતે દરગાહ પર આવ્યા હતા. 31 ડિસેમ્બર પહેલા એસપી સલવિંદર ક્યારેય દરગાહ પર આવ્યા નથી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પંજાબના પઠાણકોટ વાયુસેના પર હુમલા પહેલા ગુરદાસપુરના એસપી સલવિંદર સિંહના અપહરણ મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અત્યાર સુધી સલવિંદરસિંહનું કહેવું હતું કે, તે અવારનવાર દરગાહ પર જતા આવતા હતા. તો પંજપીર દરગાહના સંચાલક સોમે સલવિંદરની વાતોનો છેદ ઉડાવતાં કહ્યું હતું કે, તે પહેલી વખતે દરગાહ પર આવ્યા હતા. 31 ડિસેમ્બર પહેલા એસપી સલવિંદર ક્યારેય દરગાહ પર આવ્યા નથી.

સંચાલકે કહ્યું કે, 31 ડિસેમ્બરની સવારે 8-30 એસપી સલવિંદર સિંહના મિત્ર રાજેશ વર્મા અને રસોઇયા મદન અહીં આવ્યા હતા. તે અંદાજે એક કલાક સુધી અહીં આંટા ફેરા મારતા રહ્યા હતા. માથું ટેકવું અને પછી જતા રહ્યા હતા. સંચાલકે કહ્યું કે, એ રાતે જ્યારે દરગાહ બંધ કરવાનો સમય થઇ રહ્યો હતો તો અંદાજે 8-30 વાગે એસપીએ સંચાલક સોમને ફોન કરી દરગાહનો દરવાજો ખુલ્લો રાખવા માટે કહ્યું હતું.

મેં કહ્યું કે દરગાહ બંધ થવાનો સમય થઇ ગયો છે. આમ છતાં એસપી માન્યા ન હતા અને એમણે દરવાજો ખુલ્લો રાખવા માટે કહ્યું હતું. રાતે 9 વાગે એસપી દરગાહ પહોંચ્યા હતા અને અડધો કલાક અહીં રોકાયા બાદ 9-30 કલાકે જતા રહ્યા હતા. એમની સાથે ત્રણ લોકો હતા. અહીં નોંધનિય છે કે, એસપીએ પોતાની આપવીતીમાં કહ્યું હતું કે, 31મી ડિસેમ્બરે મિત્ર રાજેશ અને કુક મદન ગોપાલ સાથે તે દરગાહ ગયા હતા.

આ અગાઉ મંગળવારે આઇબીએન7 સાથે વાત કરતાં એસપી સલવિંદર સિંહે દાવો કર્યો હતો કે આતંકવાદીઓએ એમનું એ સમયે અપહરણ કર્યું હતું કે જ્યારે તેઓ દરગાહથી પરત ફરી રહ્યા હતા. અહીં એક સવાલ એ ઉઠે છે કે, એસપી સલવિંદરસિંબ બોર્ડરની નજીક આવેલા અતિ સંવેદનશીલ આ વિસ્તારમાં ટેરર એલર્ટ હોવા છતાં એકલા કેમ ગયા હતા? તેમજ અહીંથી બે રસ્તા પડે છે. એક રસ્તો જમ્મુના કટુઆથી આવે છે જે મુખ્ય રસ્તો છે અને કટુઆથી માત્ર આઠ કિલોમીટર દુર છે પરંતુ તેમણે લાંબો અને સુમસાન રસ્તો પસંદ કર્યો હતો.
First published:

Tags: આતંકવાદી હુમલો, પઠાણકોટ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन