ગાંધીનગર # પાકિસ્તાની બોટ ઉડાવી દેવાનો દાવો કરનારા કોસ્ટગાર્ડના DIG લોશાલીની છેવટે હકાલપટ્ટી કરવામાં આવી છે.
ભારત સરકાર સામે અનેક સવાલો ખડા કરનારા પાકિસ્તાની બોટના મામલે એક વિવાદીત નિવેદન કરવાને લઇને કોસ્ટગાર્ડના ડીઆઇજી લોશાલી સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇન્કવાયરીના અંતે ડીઆઇજી લોશાલીની હકાલપટ્ટી કરવામાં આવી છે.
સમગ્ર મામલો ગત વર્ષનો છે. ગત વર્ષે ભારતની દરિયાઇ સીમામાં એક પાકિસ્તાની બોટને ઉડાવી દેવાનો લોશાલીએ દાવો કર્યો હતો. જ્યારે સંરક્ષણ મંત્રાલયે આ બોટમાં જાતે જ બ્લાસ્ટ થયો હોવાનું નિવેદન આપ્યું હતું. લોશાલીના નિવેદનને પગલે ભારત સરકાર સામે અનેક સવાલો ખડા થયા હતા.
અહીં નોંધનિય છે કે, લોશાલી ગાંધીનગર સ્થિત કોસ્ટ ગાર્ડ ડીઆઇજી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ નોર્થ ઇસ્ટ વિભાગના હેડ હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર