Home /News /crime /

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 26ના મોત, 60થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 26ના મોત, 60થી વધુ ઘાયલ

પાકિસ્તાનના અશાંત ઉત્તર પશ્વિમ વિસ્તારમાં એક યુવા તાલિબાની આત્મઘાતી હુમલાખોરે આજે ભીડવાળા વિસ્તારમાં એક સરકારી ઓફિસની બહાર બોમ્બથી પોતાની જાતને ઉડાવી દેતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પેશાવર # પાકિસ્તાનના અશાંત ઉત્તર પશ્વિમ વિસ્તારમાં એક યુવા તાલિબાની આત્મઘાતી હુમલાખોરે આજે ભીડવાળા વિસ્તારમાં એક સરકારી ઓફિસની બહાર બોમ્બથી પોતાની જાતને ઉડાવી દેતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે.

પેશાવર સ્કૂલ નરસંહારમાં 150ના મોત બાદની આ સૌથી મોટી બીજી જધન્ય ઘટના છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ ભકર પખ્તૂનખાના મરદાન કસ્બામાં નેશનલ ડાટાબેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓથોરીટી (નડ્રા)ની ઓફિસ બહાર થયો હતો. મોટર સાયકલ પર સવાર હુમલાખોરને જ્યારે અહીંના સુરક્ષાકર્મીઓએ અટકાવતાં તેણે પોતાની જાતને બોમ્બથી ઉડાવી હતી. નડ્રા સરકારી ઓળખ કાર્ડ આપતી સંસ્થા છે.

મરદાન પોલીસ કમિશ્નર સઇદ વજીરે જણાવ્યું કે, હુમલાખોરને એક સુરક્ષાકર્મીએ કાર્યાલયના દરવાજા બહાર જો અટકાવ્યો ન હોત તો મૃતકોનો આંકડો ઘણો મોટો હોત. તેમણે કહ્યું કે, આશંકા છે કે વિસ્ફોટમાં 12 કિલોગ્રામ સુધી વિસ્ફોટક સામગ્રી ઉપયોગમાં લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વિસ્ફોટથી આસપાસની બિલ્ડીંગોને પણ મોટી માત્રામાં નુકશાન થયું હતું. કેટલીક બારીઓના કાચ તૂટી ગયા હતા. હુમલાખોર અંદાજે 22થી25 વર્ષનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હુમલાના સમયે કાર્યાલયમાં ઓછામાં ઓછા 400થી વધુ લોકો હાજર હતા.
First published:

Tags: આતંકવાદી હુમલો, આત્મઘાતી, તાલિબાન, પાકિસ્તાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन