Home /News /crime /આત્મસમર્પણની દાઉદની વાતો બોગસ, મુંબઇના પૂર્વ કમિશ્નરનો ખુલાસો

આત્મસમર્પણની દાઉદની વાતો બોગસ, મુંબઇના પૂર્વ કમિશ્નરનો ખુલાસો

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ આત્મ સમર્પણ કરવા ઇચ્છતો હતો પરંતુ સરકારે એને સહયોગ આપ્યો ન હોવાની વાતો બોગસ સાબિત થઇ છે. મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નરે ડોનની આ વાતોને પોકળ ગણાવી કહ્યું કે, ડોન આત્મ સમર્પણ મામલે ક્યારેય ગંભીર ન હતો તે માત્ર સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરતો હતો.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ આત્મ સમર્પણ કરવા ઇચ્છતો હતો પરંતુ સરકારે એને સહયોગ આપ્યો ન હોવાની વાતો બોગસ સાબિત થઇ છે. મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નરે ડોનની આ વાતોને પોકળ ગણાવી કહ્યું કે, ડોન આત્મ સમર્પણ મામલે ક્યારેય ગંભીર ન હતો તે માત્ર સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરતો હતો.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મુંબઇ # અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ આત્મ સમર્પણ કરવા ઇચ્છતો હતો પરંતુ સરકારે એને સહયોગ આપ્યો ન હોવાની વાતો બોગસ સાબિત થઇ છે. મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નરે ડોનની આ વાતોને પોકળ ગણાવી કહ્યું કે, ડોન આત્મ સમર્પણ મામલે ક્યારેય ગંભીર ન હતો તે માત્ર સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરતો હતો.

મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર એમ એન સિંહે ફરાર ણાફિયા ડોન દાઉદ ઇબ્રાહિમના એ કથિત નિવેદનોને ખોટા ગણાવ્યા છે. ભારતીય અધિકારીઓએ એની ભારત આવવાની અને આત્મસમર્પણ કરવાની વાતો ઠુકરાવી હતી એ વાતોને સિંહે બોગસ ગણાવી છે. સિંહે કહ્યું કે દાઉદ ક્યારેય આત્મસમર્પણને લઇને ગંભીર ન હતો, તે માત્ર ગુમરાહ કરતો હતો. તેણે વરિષ્ઠ વકીલ રામ જેઠમલાની સાથે વાતચીત કર્યા બાદ પોતાની શરતો મુકી હતી.

સિંહે કહ્યું કે, જો કોઇ વ્યક્તિ આત્મસમર્પણ કરવા ઇચ્છતો હોય તો તે કોઇ એવી શરત ન રાખે જે એણે રાખી હતી. સિંહે કહ્યું કે, ગેંગસ્ટર માત્ર ગુમરાહ કરવાનો જ પ્રયાસ કરી રહ્યો હતો તે ભારત આવવા ઇચ્છતો હતો પરંતુ પોતાની મરજી પ્રમાણે.

પૂર્વ આઇપીએસ અધિકારી સિંહે કહ્યું કે, દાઉદ એક ગેંગસ્ટર છે પરંતુ તે આતંકવાદી બની ગયો છે. ડોંગરીના ગંદા વિસ્તારમાં જન્મ લેનાર, અશિક્ષિત અને નગર પોલીસના એક કોન્સ્ટેબલનો પુત્ર હોવા છતાં તે આજે વિશ્વનો 57મો શક્તિશાળી વ્યક્તિ બન્યો છે. જેણે પોતાની કાળા કારોબારથી અંદાજે 6.7 અરબ ડોલરની સંપત્તિ ભેગી કરી છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, દાઉદ ઇબ્રાહિમ, મુંબઇ પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन