કિર્તીનો વળતો ઘા, કહ્યું-મને નથી સમજાતું કે મારી શું ભૂલ છે, પરંતુ હાર નહીં માનું

ભાજપથી સસ્પેન્ડ કરાયેલ કિર્તી આઝાદે આજે પોતાના સસ્પેન્શન અંગે વળતો ઘા કર્યો છે. કિર્તી આઝાદે કહ્યું કે, મને ખબર નથી કે મારી શું ભૂલ છે. શું ભ્રષ્ટાચાર વિરૂધ્ધ અવાજ ઉઠાવવો શિસ્તભંગ ગણાય, પાર્ટી અધ્યક્ષ મને સસ્પેન્ડ કરવાનું કારણ તો જણાવો.

ભાજપથી સસ્પેન્ડ કરાયેલ કિર્તી આઝાદે આજે પોતાના સસ્પેન્શન અંગે વળતો ઘા કર્યો છે. કિર્તી આઝાદે કહ્યું કે, મને ખબર નથી કે મારી શું ભૂલ છે. શું ભ્રષ્ટાચાર વિરૂધ્ધ અવાજ ઉઠાવવો શિસ્તભંગ ગણાય, પાર્ટી અધ્યક્ષ મને સસ્પેન્ડ કરવાનું કારણ તો જણાવો.

  • News18
  • Last Updated :
  • Share this:
અમદાવાદ # ભાજપથી સસ્પેન્ડ કરાયેલ કિર્તી આઝાદે આજે પોતાના સસ્પેન્શન અંગે વળતો ઘા કર્યો છે. કિર્તી આઝાદે કહ્યું કે, મને ખબર નથી કે મારી શું ભૂલ છે. શું ભ્રષ્ટાચાર વિરૂધ્ધ અવાજ ઉઠાવવો શિસ્તભંગ ગણાય, પાર્ટી અધ્યક્ષ મને સસ્પેન્ડ કરવાનું કારણ તો જણાવો.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે દરમિયાનગીરી માટે પણ કહીશ. મેં ક્યારેય કોઇનું વ્યક્તિગત નામ લીધું નથી. મારી પાસે જાહેર કરવા જેવું ઘણું બધું છે. મેં 22 વર્ષ ભાજપમાં વીતાવ્યા છે. હું પાર્ટીને સસ્પેન્શન નોટિસનો જવાબ આપીશ. સુબ્રમણ્યમ સ્વામીની મદદથી જવાબ આપીશ. હું હાર નહી માનું.

કિર્તી આઝાદે કહ્યું કે, દોઢ લાખની કંપનીને કરોડોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતા. કોઇ કંપનીને 4 કરોડ તો અન્ય કંપનીને 5 કરોડ ચુકવાયા છે. કિર્તીએ સવાલ ઉઠાવ્યો કે ડીડીસીએમાં અત્યાર સુધી દરોડા કેમ પાડવામાં આવ્યા નથી. ડીડીસીએમાંથી દસ્તાવેજ ગાયબ કરવામાં આવી રહ્યા છે. ગઇ કાલે સાંજે અહીંથી બે પોટલા ભરીને દસ્તાવેજો બહાર લઇ જવાયા.

અન્ય પાર્ટી સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી પરિવારને તો હું પહેલાથી ઓળખું છું, જ્યારે ડીડીસીએમાં ભ્રષ્ટાચારનો મુદ્દો તો પહેલા ઉઠાવ્યો હતો કે જ્યારે આપ પાર્ટી બની પણ ન હતી. તો શું એ વખતે મને સપનું આવ્યું હશે કે થોડા વર્ષો પછી આપ પાર્ટી બનવાની છે અને તે આ મુદ્દા ઉઠાવશે.
First published: