એન્કાઉન્ટરમાં ઠાર ઇશરતજહાં હતી લશ્કરની ફિદાયીન : હેડલીએ કર્યો ખુલાસો

લશ્કર એ તોયબાના પાકિસ્તાની અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ અમદાવાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલ ઇશરતજહાં અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હેડલીએ કહ્યું કે, એનઆઇએ ટીમને કહ્યું કે, ઇશરત જહાં લશ્કર એ તોયબાની આત્મઘાતી હુમલાખોર હતી. આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ આ ખુલાસો એનઆઇએ ટીમના શિકાગો તપાસ દરમિયાન કર્યો હતો.

લશ્કર એ તોયબાના પાકિસ્તાની અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ અમદાવાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલ ઇશરતજહાં અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હેડલીએ કહ્યું કે, એનઆઇએ ટીમને કહ્યું કે, ઇશરત જહાં લશ્કર એ તોયબાની આત્મઘાતી હુમલાખોર હતી. આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ આ ખુલાસો એનઆઇએ ટીમના શિકાગો તપાસ દરમિયાન કર્યો હતો.

  • News18
  • Last Updated :
  • Share this:
મુંબઇ # લશ્કર એ તોયબાના પાકિસ્તાની અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ અમદાવાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલ ઇશરતજહાં અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હેડલીએ કહ્યું કે, એનઆઇએ ટીમને કહ્યું કે, ઇશરત જહાં લશ્કર એ તોયબાની આત્મઘાતી હુમલાખોર હતી. આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ આ ખુલાસો એનઆઇએ ટીમના શિકાગો તપાસ દરમિયાન કર્યો હતો.

2004માં ઇશરતજહાંના એન્કાઉન્ટર મામલે ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત પોલીસની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા હતા. હેડલીએ કરેલા આ ખુલાસા બાદ આ મુદ્દે ચાલી આવતા રાજકારણ અને અટકળો પર પૂર્ણ વિરામ મુકાઇ શકે એમ છે. ઇશરતજહાંની સાથે આ એન્કાઉન્ટરમાં અન્ય બે આતંકવાદીઓ પણ ઠાર કરાયા હતા.

મુંબઇની એક કોર્ટે લશ્કર એ તોયબાના પાકિસ્તાની અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને માફી આપી છે અને એને 26/11ના મુંબઇ આતંકવાદી હુમલામાં સરકારી સાક્ષી બનાવ્યો છે. આ ઘટનાક્રમ પાકિસ્તાનમાં હુમલા માટે કરવામાં આવેલ ષડયંત્રની સચ્ચાઇ જાણવા માટે મહત્વની મદદ મળશે.

ન્યાયાધીશ જી એ સનપે કહ્યું કે, આરોપી ડેવિડ હેડલીએ દંડ પ્રક્રિયા સંહિતાની ધારા 307 અંતગર્ત માફી માગી હતી. હેડલી આ મામલે સરકારી પક્ષનો સાક્ષી બનશે. હેડલી 8 ફેબ્રુઆરી,2016ના રોજ વીડિયો કોન્ફરન્સથી સરકારી પક્ષના સાક્ષી તરીકે નિવેદન આપશે. કોર્ટે એ પણ કહ્યું કે, માફી એ શરત પર જ આપવામાં આવી છે કે તે તમામ સચ્ચાઇનો ખુલાસો કરશે.

જોકે મુંબઇ આતંકી હુમલામાં પોતાની ભૂમિકાને લઇને અમેરિકામાં 35 વર્ષની સજા કાપી રહેલા હેડલીએ કોર્ટને અજાણ્યા સ્થળેથી વીડિયો લીંક દ્વારા કહ્યું કે જો માફી આપવામાં આવે તો તે સાક્ષી બનવા તૈયાર છે.
First published: