Home /News /crime /

IBN7 News Impact : અમરમણી ત્રિપાઠીને હોસ્પિટલથી જેલ મોકલાયો

IBN7 News Impact : અમરમણી ત્રિપાઠીને હોસ્પિટલથી જેલ મોકલાયો

ઉત્તરપ્રદેશમાં ધાક ધરાવતા નેતા અમરમણી ત્રિપાઠી અને એમની પત્ની મધુમણી નાદુરસ્ત તબિયતની આડમાં હોસ્પિટલમાં આરામ ફરમાવી રહ્યા હોવા અંગે તાજેતરમાં IBN7 દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું. જેમાં અમરમણી હોસ્પિટલમાં અલગ રૂમમાં ઘર જેવી જ સાહેબી ભોગવતો હોવાનો પર્દાફાશ કરાયો હતો. જેની ઇમ્પેક્ટના ભાગરૂપે બંનેને ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજથી ડિસ્ચાર્જ કરી જેલ મોકલી દેવાયા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ઉત્તરપ્રદેશમાં ધાક ધરાવતા નેતા અમરમણી ત્રિપાઠી અને એમની પત્ની મધુમણી નાદુરસ્ત તબિયતની આડમાં હોસ્પિટલમાં આરામ ફરમાવી રહ્યા હોવા અંગે તાજેતરમાં IBN7 દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું. જેમાં અમરમણી હોસ્પિટલમાં અલગ રૂમમાં ઘર જેવી જ સાહેબી ભોગવતો હોવાનો પર્દાફાશ કરાયો હતો. જેની ઇમ્પેક્ટના ભાગરૂપે બંનેને ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજથી ડિસ્ચાર્જ કરી જેલ મોકલી દેવાયા છે.

અમરમણી ત્રિપાઠી અને પત્ની મધુમણી ત્રિપાઠી બંને મધુમિતા હત્યાકાંડમાં સજા કાપી રહ્યા છે. પરંતુ નાદુરસ્ત તબિયતની આડમાં મેડિકલ કોલેજમાં અડ્ડો જમાવી રહી રહ્યા હતા.

અહીં નોંધનિય છે કે, આઇબીએન7 દ્વારા સ્ટિંગ ઓપરેશનમાં આ અંગે ખુલાસો કરાયો હતો કે કેવી રીતે અમરમણી અને પત્નિ સારવારના બહાને મેડિકલ કોલેજમાં આરામ ફરમાવી રહ્યા છે. કેવી રીતે સજાના નામે ગૃહ જનપદ ગોરખપુરના એક હોસ્પિટલમાં એશ આરામ ગુજારી રહ્યા છે.

અમરમણી અને પત્નિ મધુમણી ત્રિપાઠીને મધુમિતા શુકલા હત્યાકાંડમાં આજીવન કેદની સજા થઇ છે. પરંતુ જેલને બદલે તે હોસ્પિટલમાં આરામ ફરમાવી રહ્યો હોવાની બાતમી મળતાં IBN7ના અંડરકવર રિપોર્ટરે સ્ટિંગ ઓપરેશન કરી પર્દાફાશ કર્યો હતો કે, કેવી રીતે અમરમણીએ સરકારી હોસ્પિટલ પર કબ્જો જમાવ્યો છે. કોઇ દર્દી, ડોક્ટર કે અન્ય કોઇ સ્ટાફને પણ એના રૂમ તરફ જવાની પણ મંજૂરી ન હતી. અમરમણી અને એની પત્નિને બે વર્ષ પહેલા જ ઉત્તરાખંડની જેલમાંથી ડિપ્રેશન અને માનસિક તણાવની સારવાર માટે અહીં શિફ્ટ કરાયો હતો.
First published:

Tags: આઇબીએન7, ઉત્તરાખંડ, સ્ટિંગ ઓપરેશન

આગામી સમાચાર