આપનો વળતો હુમલો, જેટલીને ક્લિનચીટ આપવાની હોડ કેમ?

આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારે આજે ફરી ડીડીસીએના કથિત કૌભાંડ મામલે નાણામંત્રી અરૂણ જેટલી અને ભાજપ સામે વળતો હુમલો કર્યો છે. દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ડીડીસીએમાં થયેલા કથિત કૌભાંડમાં એપરી એકવાર જેટલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારે આજે ફરી ડીડીસીએના કથિત કૌભાંડ મામલે નાણામંત્રી અરૂણ જેટલી અને ભાજપ સામે વળતો હુમલો કર્યો છે. દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ડીડીસીએમાં થયેલા કથિત કૌભાંડમાં એપરી એકવાર જેટલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

મનીષ સિસોદીયાએ મીડિયામાં આવી રહેલા એ અહેવાલોનું ખંડન કર્યું કે જેમાં નાણામંત્રી અરૂણ જેટલીને ક્લિનચીટ આપવાની વાત કહેવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી સિસોદીયાએ સવાલ કર્યો કે, આખરે જેટલીને ક્લિનચીટ આપવાની હોડ કેમ લાગી છે? હજુ તો તપાસ શરૂ થઇ છે.

સિસોદીયાએ જેટલી સામે આકરા પ્રહારો કરતાં કહ્યું કે, આ મામલે ભાજપ અને જેટલી આટલા બધા ગભરાયેલા કેમ છે. સિસોદીયાએ કહ્યું કે, તપાસ થવા દો પછી આરોપીનું નામ પણ સામે આવશે જ. જો જેટલી તપાસથી ડરતા નથી તો પછી દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલ તપાસ આયોગનું સ્વાગત કરે અને કહે કે તે તમામ તપાસ માટે તૈયાર છે.

વધુમાં સિસોદીયાએ પુછ્યું કે, જો ડીડીસીએમાં કોઇ ભ્રષ્ટાચાર નથી થયો તો જેટલી જવાબ આપે કે 16 હજાર રૂપિયાના હિસાબથી પ્રતિદિન લેપટોપ ભાડે લેવાની જરૂર કેમ પડી?
First published: