Home /News /crime /

અંકલેશ્વરમાંથી 12 વર્ષના બાળકનું અપહરણ કરી હત્યાનો પ્રયાસ કરાયો

અંકલેશ્વરમાંથી 12 વર્ષના બાળકનું અપહરણ કરી હત્યાનો પ્રયાસ કરાયો

જીઆઇડીસી સ્થિત રહેણાંક વિસ્તારમાંથી કારમાં સવાર ત્રણ શખ્સો દ્વારા 12 વર્ષિય બાળકનું અપહરણ કરી હત્યા કરવા ગોલ્ડન બ્રીજ પરથી નદીમાં ફેંકી દેવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

જીઆઇડીસી સ્થિત રહેણાંક વિસ્તારમાંથી કારમાં સવાર ત્રણ શખ્સો દ્વારા 12 વર્ષિય બાળકનું અપહરણ કરી હત્યા કરવા ગોલ્ડન બ્રીજ પરથી નદીમાં ફેંકી દેવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

  • News18
  • Last Updated :
અંકલેશ્વર # જીઆઇડીસી સ્થિત રહેણાંક વિસ્તારમાંથી કારમાં સવાર ત્રણ શખ્સો દ્વારા 12 વર્ષિય બાળકનું અપહરણ કરી હત્યા કરવા ગોલ્ડન બ્રીજ પરથી નદીમાં ફેંકી દેવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર જીઆઈડીસીના લેનોક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ પટેલનો ૧૨ વર્ષીય પુત્ર આનંદ બપોરે ૨ થી ૩ વાગ્યા વચ્ચેના ગાળામાં ગોલ્ડન બ્રીજ પોલીસ ચોકીએ પહોચ્યો હતો. જેણે પોલીસને જણાવ્યું હતું કે તેનું અપહરણ કરી ૩ શખ્સોએ બ્રીજ ઉપરથી તેને નદીમાં ફેકી દીધો હતો.

પાણીમાં માછીમારોની જાળ પકડી તે બચવામાં સફળ રહ્યો હતો. આ મામલે બાળકના પિતા દ્વારા પોલીસનો સંપર્ક સાધવામાં આવતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ગોલ્ડન બ્રીજ દોડી ગઈ હતી.

અતિવ્યસ્ત અને મોટેભાગે ચક્કાજામની પરિસ્થિતિનો સામનો કરતા ગોલ્ડન બ્રિજમાં મારુતિવાનમાંથી બાળકને નદીમાં ફેકી દેવાની વાત પોલીસના ગળે ઉતરી ન હતી અને દ્વિધામાં મુકાઇ હતી. જોકે પોલીસે બાળકને જાનથી મારી નાખવાની કોશિશ અને અપહરણ અંગે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

બાળકની વાત ઉપર વિશ્વાસ કરીએ તો તે બપોરે સ્કુલે જવા નીકળ્યો ત્યારે અલકનંદા સોસાયટી નજીક મંકી કેપ પહેરી મારુતિ વાનમાં આવેલા ૩ શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું.

આનંદ હોટલ નજીક આ શખ્સો વાત કરવા ઉતરતાં આનંદ બાંધેલા હાથ છોડાવી ભાગ્યો હતો જેને ફરી પકડી લઇ વાન ગોલ્ડન બ્રિજમાં લઇ જઈ બ્રીજમાંથી આનંદને નદીમાં ફેકી દેવાયો હતો. જોકે તે જાળ પકડી બચવામાં સફળ રહ્યોહતો જેણે નજીકમાં પોલીસ ચોકીમાં બેઠેલા પોલીસકર્મીઓનો સંપર્ક કર્યો હતો.

આખા મામલામાં પોલીસ હવે બાળકને બચાવનાર માછીમારને શોધી રહી છે જેનું નિવેદન મામલો શું હતો તેના રહસ્ય ઉપરથી પડદો ઊંચકી શકે છે.ગોલ્ડન બ્રીજ અત્યંત વ્યસ્ત હોય છે.આ બ્રિજમાં વાહન ૧૦ સેકંડ પણ થોભાવવું અશક્ય છે ત્યારે આ પરિસ્થિતિમાં બ્રીજમાંથી બાળકને નદીમાં ફેકવાની વાત અને આ ઘટના અન્ય કોઈને નજર નહિ પડવાની બાબત અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે.
First published:

Tags: અંકલેશ્વર, અપહરણ, બાળક, ભરૂચ, હત્યા પ્રયાસ

આગામી સમાચાર