રૂ.1.08 કરોડ લઇ ફરાર થયેલ ડ્રાઇવર રવિ ચૌધરી મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનો ખુલાસો

આઇસીઆઇસીઆઇ એટીએમમાં નાણાં ભરવા આવેલ સીએમએસ કંપનીનો ડ્રાઇવર રૂ.1.08 કરોડની રકમ લઇને ફરાર થઇ જતાં શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

આઇસીઆઇસીઆઇ એટીએમમાં નાણાં ભરવા આવેલ સીએમએસ કંપનીનો ડ્રાઇવર રૂ.1.08 કરોડની રકમ લઇને ફરાર થઇ જતાં શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
અમદાવાદ # આઇસીઆઇસીઆઇ એટીએમમાં નાણાં ભરવા આવેલ સીએમએસ કંપનીનો ડ્રાઇવર રૂ.1.08 કરોડની રકમ લઇને ફરાર થઇ જતાં શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

પોલીસે ડ્રાઇવરના મોબાઇલ ફોનના લોકેશનને આધારે તપાસ હાથ ધરી છે ત્યારે વધુ એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે ડ્રાઇવર મૂળ ઉત્તરપ્રદેશનો છે.

ગન મેન સાથે એક અન્ય કર્મચારી નાણાં ભરવા એટીએમમાં જતાં તકનો લાભ લઇ ડ્રાઇવર બીજા એટીએમમાં ભરવાના રૂ.1.08 કરોડ સાથે વેન લઇ ફરાર થઇ ગયો હતો. અંદાજે દોઢેક કિલોમીટર દુર જઇ વેન ત્યાં બિનવારસી હાલતમાં મુકી પોતાની ખાનગી કારમાં કેશ લઇ ફરાર થઇ ગયો હતો.

પોલીસે ડ્રાઇવરના લોકેશનના આધારે તપાસ હાથ ધરી છે. છેલ્લે બાપુનગર વિસ્તારમાં લોકેશન ટ્રેસ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી ચોંકાવનારી વિગત એવી છે કે ડ્રાઇવર રવિ ચૌધરી મૂળ ઉત્તરપ્રદેશનો છે અને અહીં અમરાઇવાડી વિસ્તારમાં રહે છે.

દિલ્હીમાં તાજેતરમાં થયેલી એટીએમ કેશ લૂંટની ઘટના બાદ ગણત્રીના દિવસોમાં જ આ ઘટના બનતાં અને જે રીતે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે એ જોતાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે લૂંટ માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
First published: