Home /News /crime /

છોટા રાજનને ભારત લાવવામાં છેવટે ફિંગર પ્રિન્ટ કારગત નીવડી

છોટા રાજનને ભારત લાવવામાં છેવટે ફિંગર પ્રિન્ટ કારગત નીવડી

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ભારત લાવવામાં સુરક્ષા એજન્સીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ માટે ઇન્ડોનેશિયા સરકાર અને પોલીસને છોટા રાજનની ફિંગર પ્રિન્ટ આપવી પડી હતી. ધરપકડ કરાયેલા શખ્સ છોટા રાજન છે એની સાબિત કરવી કઠીન હતું. આ સાબિત થયા પછી જ છોટા રાજન ભારતને સોંપવામાં આવ્યો હતો. જેમાં સૌથી મહત્વની ભૂમિકા મુંબઇ પોલીસની હતી કારણ કે 36 વર્ષ જુની ફિંગર પ્રિન્ટનો રેકર્ડ શોધવી મોટો પડકાર હતો.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ભારત લાવવામાં સુરક્ષા એજન્સીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ માટે ઇન્ડોનેશિયા સરકાર અને પોલીસને છોટા રાજનની ફિંગર પ્રિન્ટ આપવી પડી હતી. ધરપકડ કરાયેલા શખ્સ છોટા રાજન છે એની સાબિત કરવી કઠીન હતું. આ સાબિત થયા પછી જ છોટા રાજન ભારતને સોંપવામાં આવ્યો હતો. જેમાં સૌથી મહત્વની ભૂમિકા મુંબઇ પોલીસની હતી કારણ કે 36 વર્ષ જુની ફિંગર પ્રિન્ટનો રેકર્ડ શોધવી મોટો પડકાર હતો.

અંડરવર્લ્‍ડ ડોન છોટા રાજન બેશક ભારતના શકંજામાં આવી ગયો છે. પરંતુ છોટા રાજનને ઇન્ડોનેશિયાથી ભારત લાવવો આસાન ન હતું. એવામાં સવાલ થવો સ્વાભાવિક છે કે છેવટે ઇન્ડોનેશિયાથી રાજન ભારત આવ્યો કેવી રીતે? આ માટે 36 વર્ષ જુનો રેકર્ડ શોધવામાં આવ્યો હતો. જેમાં મુંબઇ પોલીસને ભારે પરસેવો છુટી ગયો હતો.

છોટા રાજનના રેકર્ડની શરૂઆત તિલક નગર પોલીસ સ્ટેશનથી કરવામાં આવી કારણ કે અહીં છોટા રાજન વિરૂધ્ધ સૌથી વધુ કેસ નોંધાયેલા છે. પરંતુ વરસાદમાં રેકર્ડ ખરાબ થઇ ગયો હોવાને કારણે મુંબઇ પોલીસને છોટા રાજનની ફિંગર પ્રિન્ટ શોધવી પડકાર હતો. છેવટે ભારે જહેમત બાદ છોટા રાજનને ફિંગર પ્રિન્ટ તો મળી ગઇ પરંતુ ત્રણ ટુકડામાં હતી, જેને જોડીને ઇન્ડોનેશિયા સરકારને સોંપવામાં આવી હતી અને એને આધારે જ છોટા રાજન ભારતને સોંપાયો હતો.

છોટા રાજનની ફિંગર પ્રિન્ટથી લઇને છોટા રાજનની સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ સહિતની માહિતી મુંબઇ પોલીસે શોધી કાઢી હતી અને પુરાવા રૂપે ઇન્ડોનેશિયા સરકાર અને પોલીસને આપી હતી.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, ઇન્ડોનેશિયા, છોટા રાજન, ભારત, મુંબઇ પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन