Home /News /crime /

કરજણ તા. પંચાયત : સત્તાની સાઠમારી, ઘાવજના કોંગી મહિલા સભ્ય ગુમ

કરજણ તા. પંચાયત : સત્તાની સાઠમારી, ઘાવજના કોંગી મહિલા સભ્ય ગુમ

કરજણ તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. નવા સભ્યોએ હજુ હોદ્દાના શપથ પણ લીધા નથી ત્યાં ઘાવજની વિજેતા કોંગ્રેસ મહિલા સભ્ય ગૂમ થતાં ચકચાર મચી જવા પામી છે. મહિલા સભ્યની સાથોસાથ પતિ અને બાળક પણ ગૂમ થતાં પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
વડોદરા # કરજણ તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. આગામી દિવસોમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી થવાની છે ત્યાં ઘાવજની વિજેતા કોંગ્રેસ મહિલા સભ્ય પતિ અને બાળક ગૂમ થતાં ચકચાર મચી જવા પામી છે.

આગામી 22 ડિસેમ્બરે તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાનાર છે ત્યારે ચુંટણી પેહલા વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકા પંચાયતમાં સત્તા હસ્તગત કરવા ખેંચતાણી શરૂ થઇ છે. આ સંજોગોમાં ઘાવજ તાલુકા પંચાયતની બેઠક પરથી કોગ્રેંસનાં મહિલા વિજેતા સભ્ય તેમનાં પતિ અને બાળક સાથે ગુમ થતા ખળભળાટ મચી જવા પાંમ્યો છે.

કોગ્રેંસના મહિલા સભ્ય સુમિત્રાબેન વસાવા, તેમના પતિ કાતીભાઇ વસાવા અને તેમનાં બાળક સાથે ગુમ થયા છે. પોલીસે આ અંગે ફરીયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. પરંતુ જે રીતે કરજણ તાલુકા પંચાયતનાં રાજકિય સમીકરણો છે તે જોતા ત્રણ સભ્યોની તોડફોડ કરી સત્તા હાંસલ કરવા ભાજપ ઘમપછાડા કરી રહ્યું હોવાનો ગંભીર આરોપ જિલ્લા કોગ્રેંસના મહામંત્રી અભિષેક ઉપાઘ્યાય દ્વારા લગાવાઇ રહ્યો છે.

કરજણ તાલુકા પંચાયતમાં 20 બેઠકો પૈકી કોગ્રેંસના 11 સભ્યો વિજેતા થયા છે, જયારે ભાજપે આઠ બેઠકો મેળવી છે અને એક બેઠક અપક્ષ નાં ફાળે ગઇ છે. ત્યારે સભ્યોની તોડફોડ કરી સત્તા હસ્તગત કરવા માટેનો રાજકીય ખેલ શરૂ થયો હોવાની પણ ચર્ચાઓ તેજ બની છે.
First published:

Tags: કરજણ, કોંગ્રેસ, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ચૂંટણી`, ભાજપ, વડોદરા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन