શીના મર્ડર કેસમાં નવો વળાંક, CBIએ કહ્યું-ઇન્દ્રાણીને કરતી હતી બ્લેકમેલ

બહુચર્ચિત શીના હત્યાકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. સીબીઆઇ અધિકારીના જણાવ્યા અનુસાર શીના બોરા એની માતા ઇન્દ્રાણી મુખરજીને બ્લેકમેલ કરતી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

બહુચર્ચિત શીના હત્યાકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. સીબીઆઇ અધિકારીના જણાવ્યા અનુસાર શીના બોરા એની માતા ઇન્દ્રાણી મુખરજીને બ્લેકમેલ કરતી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

  • News18
  • Last Updated :
  • Share this:
મુંબઇ # બહુચર્ચિત શીના હત્યાકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. સીબીઆઇ અધિકારીના જણાવ્યા અનુસાર શીના બોરા એની માતા ઇન્દ્રાણી મુખરજીને બ્લેકમેલ કરતી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

સીબીઆઇના એક અધિકારીના જણાવ્યા અનુસાર ઇન્દ્રાણી મુખરજીને એમની પુત્રી શીના બોરા સતત બ્લેકમેલ કરતી હતી અને રાહુલ મુખરજી સાથેના એના સંબંધો એનું મોતનું કારણ બન્યા હતા.

નામ નહીં જણાવવાની શરતે સીબીઆઇ અધિકારીએ જણાવ્યું હતું કે, શીના હત્યાકાંડમાં પીટર મુખરજીએ મોટી મહત્વની ભૂમિકા ભજવી હતી. સીબીઆઇએ મુખરજીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતાં કોર્ટે 23મી સુધી સીબીઆઇ કસ્ટડી સોંપી છે.

સીબીઆઇ અધિકારીના જણાવ્યા અનુસાર શીનાની હત્યા થવા પાછળ સંપત્તિ, રાહુલ સાથેના સંબંધો અને ઇન્દ્રાણી મુખરજીને બ્લેકમેલ કરવાના આ ત્રણ કારણો મહત્વના મનાય છે. સીબીઆઇનઆ આરોપનામા અનુસાર ઇન્દ્રાણી મુખરજીએ પૂર્વ પતિ સંજીવ ખન્નાની થયેલ પુત્રી વિધિ ખન્નાને આશંકા હતી કે કંઇક ગરબડ ચાલી રહી છે. એણે એની માતાની વાત સાંભળી હતી અને કોઇને રસ્તામાંથી હટાવવાની વાત થઇ રહી હતી. જેને પગલે તેણીએ શીનાને સાવધાન પણ કરી હતી.

અહીં નોંધનિય છે કે, સીબીઆઇએ શીના હત્યા મામલે ઇન્દ્રાણી, ખન્ના અને ડ્રાઇવર શ્યામવર વિરૂધ્ધ આરોપનામું દાખલ કરાયું છે. આ અગાઉ કોર્ટમાં ચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં સીબીઆઇએ કોર્ટને હત્યા પાછળના કારણો પણ જણાવ્યા છે.

સુત્રો અનુસાર ઇન્દ્રાણી 2004માં શીનાને દિલ્હીમાં વસંતકૂંજ વિસ્તારમાં 7 બીએચકેનો ફ્લેટ ભેટ આપ્યો હતો. પરંતુ પ્રોપર્ટી શીનાના નામે કરી ન હતી. 2008માં શીના અને પીટરના પુત્ર રાહુલનું અફેર શરૂ થયું હતું. જે બાદ ઇન્દ્રાણી, પીટર અને શીના વચ્ચે ઝઘડા શરૂ થયા હતા.
First published: