પીટર મુખરજી સામે શીનાની હત્યાનો આરોપ, ત્રણ દિવસ CBIની જેલમાં

બહુચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં ઇન્દ્રાણી મુખરજીના પતિ અને સ્ટાર ઇન્ડિયાના પૂર્વ સીઇઓ પીટર મુખરજી સામે શીનાની હત્યાનો આરોપ મુકાયો હતો. જેમાં કોર્ટે આજે પીટર મુખરજીને 23મી નવેમ્બર સુધી સીબીઆઇ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # બહુચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં ઇન્દ્રાણી મુખરજીના પતિ અને સ્ટાર ઇન્ડિયાના પૂર્વ સીઇઓ પીટર મુખરજી સામે શીનાની હત્યાનો આરોપ મુકાયો હતો. જેમાં કોર્ટે આજે પીટર મુખરજીને 23મી નવેમ્બર સુધી સીબીઆઇ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

આ અગાઉ સીબીઆઇએ પીટરની પુછપરછ કરવા માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. સીબીઆઇનું કહેવું હતું કે, પીટર મુખરજીને સમગ્ર ઘટના અંગે જાણકારી હતી અને તેમની આ હત્યાકાંડમાં સંડોવણી પણ છે. પરંતુ તેમણે સચ્ચાઇ છુપાવી હતી.

જ્યારે સામે બચાવ પક્ષના વકીલે સીબીઆઇ કસ્ટડીની માંગનો વિરોધ કર્યો હતો. પીટર મુખરજીનું કહેવું હતું કે, હું શીનાની હત્યા શા માટે કરૂ? એમાં મારો હેતું શું હોઇ શકે?

અહીં નોંધનિય છે કે, સીબીઆઇએ ખોટું બોલવાના આરોપ હેઠળ ગુરૂવારે પીટર મુખરજીની એના ઘરેથી ધરપકડ કરી હતી.
First published: