Home /News /crime /શિક્ષકને રાજકોટ બોલાવી લૂંટી લેવાના કિસ્સામાં એક શખ્સની ધરપકડ

શિક્ષકને રાજકોટ બોલાવી લૂંટી લેવાના કિસ્સામાં એક શખ્સની ધરપકડ

રાજકોટ#શહેરમાં અગાઉ જામનગરના કારખાનેદારને ફોનમા વાતો કરી મળવા માટે રાજકોટ બોલાવ્‍યા બાદ હુમલો કરી લૂંટી લેવાયો હતો. એ ટોળકીને પોલીસે ઝડપી લીધી હતી. ત્‍યાં વધુ એક આવી ટોળકીનો પર્દાફાશ થયો છે. જેમાં અમદાવાદ રહેતાં શિક્ષક પટેલ યુવાનને હાલ રાજકોટ રહેતી અને અગાઉ તેની જ સ્‍કૂલમાં ભણી ગયેલી છાત્રાએ ફોન કરી મોબાઇલ રિચાર્જના સોફટવેરનું માર્ગદર્શન આપવાના બહાને અને સોફટવેરના ગ્રાહકોને મળવાના બહાને રાજકોટ બોલાવ્‍યા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
રાજકોટ# શહેરમાં અગાઉ જામનગરના કારખાનેદારને ફોનમા વાતો કરી મળવા માટે રાજકોટ બોલાવ્‍યા બાદ હુમલો કરી લૂંટી લેવાયો હતો. જે ટોળકીને પોલીસે ઝડપી લીધી હતી. ત્‍યાં વધુ એક આવી ટોળકીનો પર્દાફાશ થયો છે. જેમાં અમદાવાદ રહેતાં શિક્ષક પટેલ યુવાનને હાલ રાજકોટ રહેતી અને અગાઉ તેની જ સ્‍કૂલમાં ભણી ગયેલી છાત્રાએ ફોન કરી મોબાઇલ રિચાર્જના સોફટવેરનું માર્ગદર્શન આપવાના બહાને અને સોફટવેરના ગ્રાહકોને મળવાના બહાને રાજકોટ બોલાવ્‍યા હતા.

બાદ તેને એક ફ્લેટમાં લઇ જઇ પાછળથી પોતાના સાગરીતોને બોલાવી ‘અમે પોલીસ છીએ...તમે ખોટુ કરો છો...કેસ થશે...' તેમ કહી દબડાવી-ધમકાવી કેસ ન કરવો હોય તો 10 લાખ આપવા પડશે. તેમ કહી અંતે 6 લાખમાં પતાવટ કરી આ પૈસા અમદાવાદથી મંગાવવાનું કહેતા શિક્ષકે પૈસા માટે ફોન કરતા તેના સગાને શંકા જતા અમદાવાદ પોલીસને જાણ કરી હતી. અમદાવાદ પોલીસ અને શિક્ષકના સગા વાત થયા મુજબ પૈસા આપવા જસદણ પહોંચ્‍યા હતા. જ્‍યાં અમદાવાદ પોલીસ અને જસદણ પોલીસે એક આરોપીને ઝડપી લેતાં સમગ્ર કાવત્રાનો પર્દાફાશ થયો છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં શિક્ષક તરીકે નોકરી કરતા કમલેશ જયન્તીભાઇ પટેલ (ઉ.૩૫)ની ફરિયાદના આધારે કૃતિકા નામની યુવતી, તેની સાથેના તૌફિક નામના શખ્‍સ તથા તૌફિકનો મિત્ર શાપર વેરાવળ રહેતાં હસમુખ લક્ષમણભાઇ બગડા સામે ગુનો નોંધ્‍યો છે. જેમાં પોલિસે આરોપી હસમૂખ બગડાને ઝડપી લીધો છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે.
First published:

Tags: આરોપી`, ટોળકી, તપાસ, ધમકી, પૈસા, પોલીસ`, ફરિયાદ, રાજકોટ, શિક્ષક

विज्ञापन
विज्ञापन