Home /News /crime /સરકારની જેમ ચાલે છે D કંપની, કોણ છે દાઉદના કેબિનેટ મંત્રી?

સરકારની જેમ ચાલે છે D કંપની, કોણ છે દાઉદના કેબિનેટ મંત્રી?

દિલ્હીના પૂર્વ કમિશ્નર અને વર્ષો સુધી દાઉદના કાળા કારોબારનો પીછો કરનાર નીરજકુમારે સનસનીખેજ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે, ડી કંપની એટલે કે દાઉદની કંપની એક કોર્પોરેટ હાઉસની જેમ જ કામ કરે છે. આ કંપની સરકાર રાજની જેમ ચલાવવામાં આવે છે.

દિલ્હીના પૂર્વ કમિશ્નર અને વર્ષો સુધી દાઉદના કાળા કારોબારનો પીછો કરનાર નીરજકુમારે સનસનીખેજ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે, ડી કંપની એટલે કે દાઉદની કંપની એક કોર્પોરેટ હાઉસની જેમ જ કામ કરે છે. આ કંપની સરકાર રાજની જેમ ચલાવવામાં આવે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી # દિલ્હીના પૂર્વ કમિશ્નર અને વર્ષો સુધી દાઉદના કાળા કારોબારનો પીછો કરનાર નીરજકુમારે સનસનીખેજ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે, ડી કંપની એટલે કે દાઉદની કંપની એક કોર્પોરેટ હાઉસની જેમ જ કામ કરે છે. આ કંપની સરકાર રાજની જેમ ચલાવવામાં આવે છે.

nirajkumar

એક કંપની જેમાં વડો છે અને બીજા અલગ અલગ કામોને અંજામ આપવા માટે એ કામમાં હોંશિયાર ઉસ્તાદ લોકો છે. દાઉદની આખી કેબિનેટ છે. જેમાં દાઉદ અંડરવર્લ્ડની દુનિયાનો પ્રધાનમંત્રી છે અને એના સાથીદારો કેબિનેટ મંત્રીઓ.

દિલ્હીના પૂર્વ પોલીસ કમિશ્નર નીરજકુમારે આઇબીએન7 સાથે વાતચીત કરતાં આ ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે,  ઓર્ગેનાઇઝડ ક્રાઇમ જે છે એ આવી જ સંસ્થા હોય છે. આ એક ક્રિમિનલ એક્ટિવીટી છે. કોઇ પણ એક્ટિવીટી ચલાવવા માટે એક લીડરની જરૂર હોય છે, તે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવે છે એમ ડી કંપની પણ આવી જ છે. દાઉદ પોતાની સાથે એક ફાયનાન્સ મંત્રી રાખે છે. જાહેર છે કે અંડરવર્લ્ડની સરકાર એણે ચલાવવાની છે.

હવે સવાલ એ છે કે દાઉદનો નાણામંત્રી છે કોણ, સુત્રોનું કહેવું છે કે, દાઉદનો સૌથી ભરોસાપાત્ર જ એનો નાણામંત્રી ઇકબાલ મિચ્ચ હતો. આ એ માણસ છે જેણે દાઉદના સમગ્ર કારોબારનું સંચાલન કર્યું અને વિસ્તાર કર્યો. એજ રીતે દાઉદનો ડિફેન્સ મિનિસ્ટર સુનીલ સાવંત સત્યા તો કાયદા મંત્રી મનીષ લાલાને માનવામાં આવે છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, દાઉદ ઇબ્રાહિમ

विज्ञापन
विज्ञापन