ATMના રૂ. 22.5 કરોડ લઇ ભાગનાર ડ્રાઇવર છેવટે ઝડપાયો

એટીએમમાં ભરવાના રૂ.22.5 કરોડ લઇ ભાગી જવાનર વેન ડ્રાઇવરને છેવટે ઝડપી લેવાયો છે. મોડી રાત સુધી પોલીસને દોડાદોડી કરાવનાર એટીએમ વેન ડ્રાઇવરને રકમ સાથે ઝડપી લેવાયો હતો.

એટીએમમાં ભરવાના રૂ.22.5 કરોડ લઇ ભાગી જવાનર વેન ડ્રાઇવરને છેવટે ઝડપી લેવાયો છે. મોડી રાત સુધી પોલીસને દોડાદોડી કરાવનાર એટીએમ વેન ડ્રાઇવરને રકમ સાથે ઝડપી લેવાયો હતો.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # એટીએમમાં ભરવાના રૂ.22.5 કરોડ લઇ ભાગી જવાનર વેન ડ્રાઇવરને છેવટે ઝડપી લેવાયો છે. મોડી રાત સુધી પોલીસને દોડાદોડી કરાવનાર એટીએમ વેન ડ્રાઇવરને રકમ સાથે ઝડપી લેવાયો હતો.

ગુરૂવારે સાંજે દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં ગાર્ડને ચકમો આપી એટીએમ વેન ડ્રાઇવર પ્રદિપ શુકલા રૂ.22.5 કરોડની કેશ લઇને વેન સાથે ભાગી ગયો હતો. આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે અલગ અલગ 12 જેટલી ટુકડીઓ બનાવી તપાસ હાથ ધરી છે.

જોકે મોડી રાતે પોલીસે કોલ ડિટેઇલને આધારે ડ્રાઇવરને ઓખલા મંડીની બંધ પડેલી ફેક્ટરીમાંથી કેશ સાથે ઝડપી લીધો હતો.

પોલીસે રૂ.22.5 કરોડ સાથે ડ્રાઇવર પ્રદિપ શુકલાને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે તો ડ્રાઇવરે આ રકમમાંથી રૂ.11 હજાર કપડાં માટે ખર્ચ કર્યા હતા. સાથોસાથ નોકરીના સમય અને પગારને લઇને સર્વિસ એજન્સીથી ડ્રાઇવર પ્રદિપ નારાજ હોવાનું પણ બહાર આવ્યું છે.
First published: