કિર્તી આઝાદના ટ્વિટર હેન્ડલમાંથી કોણે કહ્યા જેટલીને નપુંસક!

ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદના ટ્વિટર હેન્ડથી કેન્દ્રીય મંત્રી અપૂણ જેટલી વિરૂધ્ધ અભદ્ર કહી શકાય એવી ટીપ્પણી કરવામાં આવી છે. આ ટ્વિટમાં કિર્તી આઝાદ અરૂણ જેટલીને નપુંસક કહી રહ્યા છે. જોકે જેવી આ ટ્વિટ વાયરલ થઇ કે તરત જ આઝાદે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કોઇએ હેક કરીને આ કૃત્ય કર્યું છે.

ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદના ટ્વિટર હેન્ડથી કેન્દ્રીય મંત્રી અપૂણ જેટલી વિરૂધ્ધ અભદ્ર કહી શકાય એવી ટીપ્પણી કરવામાં આવી છે. આ ટ્વિટમાં કિર્તી આઝાદ અરૂણ જેટલીને નપુંસક કહી રહ્યા છે. જોકે જેવી આ ટ્વિટ વાયરલ થઇ કે તરત જ આઝાદે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કોઇએ હેક કરીને આ કૃત્ય કર્યું છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદના ટ્વિટર હેન્ડથી કેન્દ્રીય મંત્રી અપૂણ જેટલી વિરૂધ્ધ અભદ્ર કહી શકાય એવી ટીપ્પણી કરવામાં આવી છે. આ ટ્વિટમાં કિર્તી આઝાદ અરૂણ જેટલીને નપુંસક કહી રહ્યા છે. જોકે જેવી આ ટ્વિટ વાયરલ થઇ કે તરત જ આઝાદે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કોઇએ હેક કરીને આ કૃત્ય કર્યું છે.

વાસ્તવમાં કિર્તી આઝાદના ટ્વિટર હેન્ડલ પરથી આ ટ્વિટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, હું જ્યારે ઘરે પહોંચ્યો તો ઘણી એજન્સીઓએ મને સચેત કર્યો કે તમારી જાનને ખતરો છે. ડિયર@અરૂણ જેટલી હું ડરતો નથી, નપુંસકોથી.

બાદમાં કિર્તી આઝાદે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મારા એકાઉન્ટને કોઇએ હેક કરીને અરૂણ જેટલીને નપુંસક બતાવ્યા છે. આ પહેલા પૂર્વ કિર્તી આઝાદે અરૂણ જેટલીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂધ્ધ માનહાનિનો કેસ કરવા અંગે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે, દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)માં ભ્રષ્ટાચારનો મુદ્દો તો હું છેલ્લા ઘણા વર્ષોથી ઉઠાવી રહ્યો છું.

જેટલીએ સોમવારે દિલ્હી સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલ વિરૂધ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને માનહાનિ રૂપે રૂ.10 કરોડની માંગ કરી છે.

આઝાદે કહ્યું કે, ડીડીસીએમાં ભ્રષ્ટાચારનો મુદ્દો તો હું છેલ્લા ઘમા વર્ષોથી ઉઠાવી રહ્યો છું. આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો. જે પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કબ્જો કરી લીધો છે. વાસ્તવમાં તેમણે મારા પત્રોના આધારે જ આ મુદ્દો ઉઠાવ્યો છે. એટલે માનહાનિનો દાવો તો મારી ઉપર કરવો જોઇએ. આ દુર્ભાગ્ય છે કે મારા વિરૂધ્ધ માનહાનિનો કેસ કરવામાં નથી આવ્યો.
First published: