Home /News /crime /

આસિયાન સમિટમાં આત્મઘાતી હુમલાની આશંકા, સુરક્ષા એજન્સીઓ સતર્ક

આસિયાન સમિટમાં આત્મઘાતી હુમલાની આશંકા, સુરક્ષા એજન્સીઓ સતર્ક

મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં આજથી શરૂ થઇ રહેલ ત્રિદિવસીય 13મા આસિયાન ઇન્ડિયા સમિટ દરમિયાન આતંકવાદી હુમલો થવાનો આશંકા સેવાઇ રહી છે. આજે સવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે. ઉપરાંત આ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત 18 દેશોના નેતાઓ પણ હાજર છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં આજથી શરૂ થઇ રહેલ ત્રિદિવસીય 13મા આસિયાન ઇન્ડિયા સમિટ દરમિયાન આતંકવાદી હુમલો થવાનો આશંકા સેવાઇ રહી છે. આજે સવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે. ઉપરાંત આ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત 18 દેશોના નેતાઓ પણ હાજર છે.

મલેશિયા પોલીસની લીક થયેલી માહિતી અનુસાર આસિયાન શિખર સંમેલન દરમિયાન આતંકી હુમલાનો ખતરો જોવાઇ રહ્યો છે. આ રિપોર્ટે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. સીઆઇએ, એમઆઇ6, એસપીજી સહિત સુરક્ષા એજન્સીઓ પોતાના નેતાઓની સુરક્ષાને લઇને સજાગ બની છે.

આ અહેવાલમાં કહેવાયું છે કે, આઇએસઆઇએસે આસિયાન સમિટને નિશાન બનાવવા માટે પોતાના 10 ફિદાયીન આતંકવાદીઓને મલેશિયા મોકલ્યા છે. મલેશિયા પોલીસ ચીફે એક અખબારને ક્હયા મુજબ, આઇએસઆઇએસે કુઆલાલંપુર અને બોર્નિયામાં આત્મઘાતી હુમલાખોરોને મોકલવાનો પ્લાન બનાવ્યો છે. આઇએસઆઇએસ અને ફિલીપીંસમાં હાજર એક આતંકી સંગઠનની હુમલાને લઇને બેઠક પણ થયાની વિગતો સામે આવી છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, આસિયાન સમિટ, નરેન્દ્ર મોદી, બરાક ઓબામા, મલેશિયા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन