ડીસામાં મોબાઇલના વેપારીને ટક્કર મારી રૂ.2.5 લાખની લૂંટ

ડીસામાં ગત રાતે લૂંટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોબાઇલ વેપારી પાસેથી ત્રણ અજાણ્યા શખ્સો રૂ.2.5 લાખ લૂંટી ગયા હતા. જાણ કરાતાં પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.

ડીસામાં ગત રાતે લૂંટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોબાઇલ વેપારી પાસેથી ત્રણ અજાણ્યા શખ્સો રૂ.2.5 લાખ લૂંટી ગયા હતા. જાણ કરાતાં પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
પાલનપુર # ડીસામાં ગત રાતે લૂંટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોબાઇલ વેપારી પાસેથી ત્રણ અજાણ્યા શખ્સો રૂ.2.5 લાખ લૂંટી ગયા હતા. જાણ કરાતાં પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.

ડીસામાં જુના બસ સ્ટેન્ડ નજીક શ્રધ્ધા મોબાઈલ નામની દુકાન ધરાવતા 50 વર્ષીય દોલતભાઈ પીતામ્બર ખત્રી રાતે દુકાન બંધ કરી રૂપિયા અઢી લાખ પોકેટમાં લઇ પોતાના એકટીવા પર ઘેર જઇ રહ્યા હતા એ સમયે અજાણ્યા ત્રણ શખ્સોએ મોટર સાયકલથી  એકટીવાને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં દોલતભાઇ નીચે પટકાયા હતા. તકનો લાભ લઇ રોકડ રકમવાળું પોકેટ છીનવી લઇ લુટારૂઓ મોટર સાયકલ પર નાસી ગયા હતા.
First published: