Home /News /crime /

અમદાવાદના બિલ્ડરને ખંડણી માટે ડી ગેંગના સાગરીતે આપી ધમકી

અમદાવાદના બિલ્ડરને ખંડણી માટે ડી ગેંગના સાગરીતે આપી ધમકી

શહેરના એક બિલ્ડરને ડી ગેંગના શાર્પ શૂટર રવિ પૂજારી દ્વારા ફોન પર ધમકી આપવાનો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના એક બિલ્ડરને ડી ગેંગના શાર્પ શૂટર રવિ પૂજારી દ્વારા ફોન પર ધમકી આપવાનો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ # શહેરના એક બિલ્ડરને ડી ગેંગના શાર્પ શૂટર રવિ પૂજારી દ્વારા ફોન પર ધમકી આપવાનો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાલડીના બિલ્ડર પરેશ પટેલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરનું કહેવું છે કે, ડી ગેંગના સાગરિત રવિ પૂજારા દ્વારા ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. ખંડણી માટે ધમકી આપવામાં આવી રહી છે.

શાર્પ શૂટર રવિ પૂજારી દ્વારા અગાઉ બોલીવુડ સ્ટાર્સને પણ ફોન દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી ત્યારે આ મામલો વધુ પેચીદો બન્યો છે. પોલીસ દ્વારા બિલ્ડર અને પરિવારને સઘન સુરક્ષા આપવામાં આવી છે.

દુબઇથી આવ્યા કોલ : પાલડીના બિલ્ડર પરેશ પટેલ પર ગત 24મીથી વારંવાર ધમકીના ફોન આવી રહ્યા છે. ફરિયાદ બાદ કોલ ડિટેલ ટ્રેસ કરવામાં આવતાં આ કોલ દુબઇથી આવતો હોવાનું પ્રાથમિક તબક્કામાં બહાર આવ્યું છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, દાઉદ ઇબ્રાહિમ, ધમકી, બિલ્ડર, રવિ પૂજારી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन