છેવટે 17 વર્ષે બાંગ્લાદેશે ભારતને સોંપ્યો ઉલ્ફાનો કમાન્ડર અનૂપ ચેતિયા

છોટા રાજનને ભારત લાવ્યા બાદ ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. બાંગ્લાદેશની જેલમાં 17 વર્ષથી બંધ ઉલ્ફાનો 2 નંબરનો કમાન્ડર અનૂપ ચેતિયાને છેવટે ભારતને સોંપ્યો છે. બાંગ્લાદેશે આજે અનૂપ ચેતિયાનો હવાલો ભારતને સોંપ્યો છે.

છોટા રાજનને ભારત લાવ્યા બાદ ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. બાંગ્લાદેશની જેલમાં 17 વર્ષથી બંધ ઉલ્ફાનો 2 નંબરનો કમાન્ડર અનૂપ ચેતિયાને છેવટે ભારતને સોંપ્યો છે. બાંગ્લાદેશે આજે અનૂપ ચેતિયાનો હવાલો ભારતને સોંપ્યો છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # છોટા રાજનને ભારત લાવ્યા બાદ ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. બાંગ્લાદેશની જેલમાં 17 વર્ષથી બંધ ઉલ્ફાનો 2 નંબરનો કમાન્ડર અનૂપ ચેતિયાને છેવટે ભારતને સોંપ્યો છે. બાંગ્લાદેશે આજે અનૂપ ચેતિયાનો હવાલો ભારતને સોંપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ છેવટે આ સફળતા મળી છે. અનૂપ ચેતિયા 1997થી બાંગ્લાદેશમાં ધરપકડ કરાયો હતો ત્યારથી તે ઢાકાની જેલમાં બંધ હતો. સુત્રોનું કહેવું છે અનૂપ ચેતિયાને જલ્દીથી દિલ્હી લાવવામાં આવશે.

અહીં નોંધનિય છે કે, બાંગ્લાદેશ પોલીસે ચેતિયાને 1997માં ઝડપ્યો હતો. એણે 2005, 2008 અને 2011 મળી કુલ ત્રણ વખતે બાંગ્લાદેશમાં રાજનીતિક શરણ માંગ હતી. ત્યાંની બે કોર્ટે દેશમાં ઘૂષણખોરી, બનાવટી પાસપોર્ટ બનાવવા સહિતના ગુનામાં સાત વર્ષની કેદની સજા સંભળાવી હતી.

સજા પુરી થયા બાદ તેને બાંગ્લાદેશ હાઇકોર્ટના આદેશને પગલે જેલમાં રાખવામાં આવ્યો હતો. આદેશમાં કહેવાયું હતું કે, શરણ માંગવાની એની અરજી પર છેવટની સુનાવણી ન થાય ત્યાં સુધી એને જેલમાં રાખવામાં આવે.
First published: