હવે, રામ મંદિર બનાવવાનો સમય આવી ગયો છે! પત્થર લાવવાનું કામ શરૂ કરાયું

Haresh Suthar | News18
Updated: December 21, 2015, 10:20 AM IST
હવે, રામ મંદિર બનાવવાનો સમય આવી ગયો છે! પત્થર લાવવાનું કામ શરૂ કરાયું
દેશમાં અસહિષ્ણુતાનો મુદ્દો ચગ્યા બાદ એકાએક રામજન્મભૂમિનો મામલો સામે આવ્યો છે. રામ મંદિર નિર્માણ માટે પત્થર લાવવાનું શરૂ કરાતાં ફરી એકવાર આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

દેશમાં અસહિષ્ણુતાનો મુદ્દો ચગ્યા બાદ એકાએક રામજન્મભૂમિનો મામલો સામે આવ્યો છે. રામ મંદિર નિર્માણ માટે પત્થર લાવવાનું શરૂ કરાતાં ફરી એકવાર આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

  • News18
  • Last Updated: December 21, 2015, 10:20 AM IST
  • Share this:
નવી દિલ્હી # દેશમાં અસહિષ્ણુતાનો મુદ્દો ચગ્યા બાદ એકાએક રામજન્મભૂમિનો મામલો સામે આવ્યો છે. રામ મંદિર નિર્માણ માટે પત્થર લાવવાનું શરૂ કરાતાં ફરી એકવાર આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

અયોધ્યામાં અંદાજે આઠ વર્ષ બાદ એકાએક રામ મંદિર નિર્માણ માટે પત્થર લાવવાનું કામ શરૂ કરાયું છે. આ પત્થરોના પૂજન બાદ રામસેવકપુરમમાં રાખવામાં આવશે અને અહીંથી નિર્માણ માટે મોકલવામાં આવશે. રાજન્મભૂમિ ન્યાસ તરફથી આ વાતની જાહેરાત પણ કરવામાં આવી છે.

રામજન્મભૂમિ મંદિર ન્યાસ તરફથી એલાન કરાયું છે કે, હવે મંદિર બનાવવાનો સમય આવી ગયો છે. તો બીજી તરફ બાબરી મસ્જીદ કેસના પક્ષકાર હાશિમ અંસારીનું કહેવું છે કે, આ મામલો સુપ્રિમ કોર્ટમાં છે, જે ફેંસલો આવશે એ એમનો મંજૂર રહેશે. તેમણે સરકારને શિલા પૂજન રોકવાની અપીલ પણ કરી છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.
First published: December 21, 2015, 10:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading