DDCA વિવાદ : અરૂણ જેટલીનો કેજરીવાલ સહિત 10 વિરૂધ્ધ 10 કરોડનો માનહાનિ કેસ

Haresh Suthar | News18
Updated: December 21, 2015, 11:17 AM IST
DDCA વિવાદ : અરૂણ જેટલીનો કેજરીવાલ સહિત 10 વિરૂધ્ધ 10 કરોડનો માનહાનિ કેસ
ડીડીસીએ કૌભાંડમાં આમ આદમી પાર્ટી દ્વારા અરૂણ જેટલીના માથે ઠીકરૂ ફોડાતાં વિવાદ ખડો થયો છે. તો બીજી તરફ અરૂણ જેટલીએ પણ વળતો પ્રહાર કર્યો છે અને અરવિંદ કેજરીવાલ સહિત આપના 10 નેતાઓ વિરૂધ્ધ રૂ.10 કરોડનો માનહાનિનો દાવો કરતો કેસ કર્યો છે.

ડીડીસીએ કૌભાંડમાં આમ આદમી પાર્ટી દ્વારા અરૂણ જેટલીના માથે ઠીકરૂ ફોડાતાં વિવાદ ખડો થયો છે. તો બીજી તરફ અરૂણ જેટલીએ પણ વળતો પ્રહાર કર્યો છે અને અરવિંદ કેજરીવાલ સહિત આપના 10 નેતાઓ વિરૂધ્ધ રૂ.10 કરોડનો માનહાનિનો દાવો કરતો કેસ કર્યો છે.

  • News18
  • Last Updated: December 21, 2015, 11:17 AM IST
  • Share this:
નવી દિલ્હી # ડીડીસીએ કૌભાંડમાં આમ આદમી પાર્ટી દ્વારા અરૂણ જેટલીના માથે ઠીકરૂ ફોડાતાં વિવાદ ખડો થયો છે. તો બીજી તરફ અરૂણ જેટલીએ પણ વળતો પ્રહાર કર્યો છે અને અરવિંદ કેજરીવાલ સહિત આપના 10 નેતાઓ વિરૂધ્ધ રૂ.10 કરોડનો માનહાનિનો દાવો કરતો કેસ કર્યો છે.

ડીડીસીએ કૌભાંડમાં પોતાનું નામ જોડાતાં અરૂણ જેટલી રાતાપીળા થયા છે અને કડક બન્યા છે. જેટલીએ આમ આદમી પાર્ટી વિરૂધ્ધ કેસ દાખ કર્યો છે. જેટલીએ દિલ્હી હાઇકોર્ટમાં આપ વિરૂધ્ધ 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. આપના નેતાઓ કેજરીવાલ, સંજયસિંહ, કુમારવિશ્વાસ, દિપક વાજપેયી, રાઘવ ચઠ્ઠા અને આશુતોષ વિરૂધ્ધ પટીયાલા હાઉસ કોર્ટમાં ફોજદારી ગુનો નોંધાવ્યો છે.

જેટલીનું કહેવું છે કે, આપના નેતાઓએ ખોટા નિવેદનો કરી મારી છબીને નુકશાન પહોંચાડ્યું છે. આ મુદ્દે મુખ્તાર અબ્બાસ નકવીનું કહેવું છે કે, જેટલીજી સામે આરોપ લગાવવો એ ઇમાનદારી ઉપર સવાલ ઉઠાવવા બરોબર છે. આ લોકો અશિષ્ટાચારી છે. જેમને રાજકીય શિષ્ટાચાર પણ ખબર નથી.

અહીં નોંધનિય છે કે, દિલ્હી સરકારના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમારના સચિવાલય પર સીબીઆઇ દ્વારા દરોડા પાડતાં જ આ કેસને DDCA સાથે જોડવામાં આવ્યો હતો. છાપો માર્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અરૂણ જેટલી સામે DDCA કેસમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા હતા. જેને પગલે અરૂણ જેટલીએ માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે.
First published: December 21, 2015, 11:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading