ભૂજ દેરાસરમાં લૂંટ માટે ચોકીદારની હત્યા, પોલીસે તપાસ હાથ ધરી

ભૂજમાં લૂંટ હત્યાનો ચોંકાવનારો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નગરના એક જૈન દેરાસરમાં લૂંટના ઇરાદે આવેલા લુટારૂઓએ ચોકીદારની હત્યા કરી લૂંટને અંજામ આપ્યો છે. પોલીસે ડોગ સ્ક્વોડ સહિતની મદદથી તપાસ હાથ ધરી છે.

ભૂજમાં લૂંટ હત્યાનો ચોંકાવનારો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નગરના એક જૈન દેરાસરમાં લૂંટના ઇરાદે આવેલા લુટારૂઓએ ચોકીદારની હત્યા કરી લૂંટને અંજામ આપ્યો છે. પોલીસે ડોગ સ્ક્વોડ સહિતની મદદથી તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ભૂજ #ભૂજમાં લૂંટ હત્યાનો ચોંકાવનારો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નગરના એક જૈન દેરાસરમાં લૂંટના ઇરાદે આવેલા લુટારૂઓએ ચોકીદારની હત્યા કરી લૂંટને અંજામ આપ્યો છે. પોલીસે ડોગ સ્ક્વોડ સહિતની મદદથી તપાસ હાથ ધરી છે.

નગરના ઇન્દિરા બાઇ પાર્ક પાસે આવેલા જૈન દેરાસરમાં ચોંકાવનારી આ ઘટના બનવા પામી છે. લુટારૂઓએ અહીંના ચોકીદારની નિર્મમ હત્યા કરી લૂંટને અંજામ આપ્યો છે. ચોરી લૂંટ અંગે દેરાસર ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

જૈન દેરાસરમાં બનેલી આ ઘટનાને પગલે ધારાસભ્ય, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ડોગ સ્ક્વોડ સહિતની મદદથી લુટારૂઓને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.

બે લુટારૂઓ હોવાનું પ્રાથમિક તારણ

તપાસનીશ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટનાને અંજામ આપવામાં બે લુટારૂઓ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજના આધારે બે લુટારૂઓ દેખાય છે. પરંતુ હજુ સુધી ઓળખ થઇ શકી નથી. આ દિશામાં તપાસ ચાલુ છે.

ગળે ટૂંપો આપી ચોકીદારને પતાવ્યો

પોલીસના જણાવ્યા અનુસાર લુટારૂઓએ ઘટનાને અંજામ આપવા માટે ચોકીદારની હત્યા કરી હતી. લુટારૂઓએ ચોકીદારના મોંઢામાં ડૂચો મારી ગળે ટૂંપો આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

ભગવાનના ત્રણ હાર લઇ ગયા

લુટારૂઓએ ચોકીદારની હત્યા કરી દેરાસરમાં લૂંટ કરી હતી. દાનપેટી તોડી એમાં રહેલા અંદાજે 10 હજાર જેટલી રોકડ રકમ તથા ભગવાનને પહેરાવેલા ત્રણ હાર ચોરી ગયા છે. જોકે ભગવાનને પહેરાવેલા હાર ખોટા અને સોનાનો ઢોળ ચડાવેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published: