Home /News /crime /ગુજરાતી પત્રકાર સાથે દાઉદે કરી વાત, વાંચો શું કહ્યું !

ગુજરાતી પત્રકાર સાથે દાઉદે કરી વાત, વાંચો શું કહ્યું !

ગુજરાતી ન્યૂઝ ચેનલ નિર્માણે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે વાત કર્યાનો દાવો કર્યો છે. ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં સામે છેડેથી આવી રહેલા અવાજને દાઉદ બોલી રહ્યો હોવાનું ચેનલ દ્વારા દર્શાવાયું હતું. આ વાતચીતમાં દાઉદે દાવો કર્યો છે કે મુંબઇ બોમ્બ વિસ્ફોટમાં એનો કોઇ હાથ નથી અને 24 વર્ષ બાદ તે કોઇ પત્રકાર સાથે વાતચીત કરી રહ્યો છે.

ગુજરાતી ન્યૂઝ ચેનલ નિર્માણે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે વાત કર્યાનો દાવો કર્યો છે. ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં સામે છેડેથી આવી રહેલા અવાજને દાઉદ બોલી રહ્યો હોવાનું ચેનલ દ્વારા દર્શાવાયું હતું. આ વાતચીતમાં દાઉદે દાવો કર્યો છે કે મુંબઇ બોમ્બ વિસ્ફોટમાં એનો કોઇ હાથ નથી અને 24 વર્ષ બાદ તે કોઇ પત્રકાર સાથે વાતચીત કરી રહ્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ # ગુજરાતી ન્યૂઝ ચેનલ નિર્માણે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે વાત કર્યાનો દાવો કર્યો છે. ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં સામે છેડેથી આવી રહેલા અવાજને દાઉદ બોલી રહ્યો હોવાનું ચેનલ દ્વારા દર્શાવાયું હતું. આ વાતચીતમાં દાઉદે દાવો કર્યો છે કે મુંબઇ બોમ્બ વિસ્ફોટમાં એનો કોઇ હાથ નથી અને 24 વર્ષ બાદ તે કોઇ પત્રકાર સાથે વાતચીત કરી રહ્યો છે.

આ ઇન્ટરવ્યૂમાં દાઉદે દાવો કર્યો છે કે, કેટલાક વર્ષો પહેલા તે ભારત આવવા માટે તૈયાર હતો એટલું જ નહીં તેનું એ પણ કહેવું છે કે મુંબઇના બોમ્બ વિસ્ફોટમાં એનો કોઇ હાથ નથી. અલકાયદા સાથે સબંધ હોવા અંગે પુછાયેલા સવાલમાં તેણે કહ્યું કે, તે એક વ્યવસાયી છે અને કોણ આતંકવાદી છે કે એની સાથે એને કોઇ લેવા દેવા નથી કે કોઇ ફર્ક પડતો નથી.

આ ઇન્ટરવ્યૂમાં દાવો કરાયો છે કે એણે આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીને એક હજાર રૂપિયા ધંધાર્થે આપ્યા હતા. આ વાતચીત દરમિયાન દાઉદે એવો પણ દાવો કર્યો હતો કે ભારતમાં એના 24 હજાર કરોડ રૂપિયા બજારમાં છે.

વાંચો દાઉદ સાથે શું વાત થઇ
પત્રકાર : હું પત્રકાર પદ્મકાંત ત્રિવેદી બોલી રહ્યો છું
દાઉદ : નમસ્કાર, હું પત્રકારોનું સન્માન કરૂ છું.

પત્રકાર : શું તમે દાઉદ ઇબ્રાહીમ બોલી રહ્યા છો?
દાઉદ : હા હુ દાઉદ બોલી રહ્યો છું, કોઇ શક

પત્રકાર : તમે છેલ્લે ઇન્ટરવ્યૂ કયા પત્રકારને આપ્યો હતો
દાઉદ : મે છેલ્લે 24 વર્ષ પહેલા ઇન્ડિયા ટુડેને ઇન્ટરવ્યૂ આપ્યું હતું.

પત્રકાર : હાલમાં રમઝાન મહિનો ચાલી રહ્યો છે આશા છે કે તમે સાચુ બોલશો
દાઉદ : જો મારે જુઠ્ઠુ બોલવું જ હોત તો હું વાત જ ન કરતો

પત્રકાર : તમે પાકિસ્તાનમાં છો કે કરાંચીમાં, કહો
દાઉદ : આ સ્થિતિ નથી આવતી, કેટલાક વર્ષ પહેલા મેં વાત કરી હતી. હું ભારત આવવા માટે તૈયાર હતો. મુંબઇ બોમ્બ વિસ્ફોટ સાથે મારે કોઇ લેવા દેવા નથી. હું માસુમોની જાન લેતો નથી. ધંધામાં વચ્ચે આવનારાઓને છોડતો નથી.

પત્રકાર : શું તમને ભય નથી લાગતો કે તમારા પણ હાલ લાદેન જેવા થશે
દાઉદ : ભય જેવી કોઇ વાત નથી. આઇપીએલ સ્પોટ ફિક્સિંગમાં મારા નામનો કેટલાક લોકો ઉપયોગ કરી રહ્યા છે. મેં લલિત મોદીને 1000 કરોડ રૂપિયા આપ્યા હતા પરંતુ એ મારા ધંધાર્થે હતા. બોલીવુડ અને ક્રિકેટ સાથે મારે જુનો સબંધ છે. કાશ્મીર અંગે બોલીને હું વિવાદમાં ફસવા નથી ઇચ્છતો

પત્રકાર : શું દીપિકા પાદુકોણે ફિલ્મ બનાવવા માટે તમારી પાસે પૈસા માંગવા ફોન કર્યો હતો
દીપિકા પાદુકોણે મારો ક્યારેય કોન્ટેક્ટ નથી કર્યો. નેતાઓ સાથે વાત કરવામાં મને કોઇ રસ નથી.

મોદી સરકાર અંગે શું કહ્યું
દાઉદ : તેઓ એમનું કામ કરે હું મારૂ કામ કરૂ છું. જી હા મારૂ દરેક ક્ષેત્રમાં રોકાણ છે. ભારતમાં 24 હજાર કરોડથી પણ વધુનું રોકાણ છે. દરેક દેશમાં મારૂ ઓછાવત્તે અંશે રોકાણ છે અને ધંધો ફેલાયેલો છે. છોટા રાજન દરમાં છુપાઇને બેઠો છે. જે દિવસે દેખાશે એ દિવસે ઠાર થશે.
First published:

Tags: અંડર વર્લ્ડ ડોન, દાઉદ ઇબ્રાહિમ, પત્રકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन