Home /News /crime /

દાઉદની પ્રોપર્ટી ખરીદવા જઇ રહેલા પત્રકારને છોટા શકીલની ધમકી

દાઉદની પ્રોપર્ટી ખરીદવા જઇ રહેલા પત્રકારને છોટા શકીલની ધમકી

મુંબઇમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની સંપત્તિઓની હરાજી પહેલાં જ ધમકીઓનો દોર શરૂ થઇ ગયો છે. વરિષ્ઠ પત્રકાર બાલાકૃષ્ણનને દાવો કર્યો છે કે, છોટા શકીલે એમને ધમકી આપી છે. છોટા શકીલે મેસેજ મોકલી દાઉદની સંપત્તિની હરાજીમાં ભાગ નહીં લેવા માટે કહ્યું છે. દાઉદની સંપત્તિની 9મી ડિસેમ્બરે હરાજી થવાની છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મુંબઇ # મુંબઇમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની સંપત્તિઓની હરાજી પહેલાં જ ધમકીઓનો દોર શરૂ થઇ ગયો છે. વરિષ્ઠ પત્રકાર બાલાકૃષ્ણનને દાવો કર્યો છે કે, છોટા શકીલે એમને ધમકી આપી છે. છોટા શકીલે મેસેજ મોકલી દાઉદની સંપત્તિની હરાજીમાં ભાગ નહીં લેવા માટે કહ્યું છે. દાઉદની સંપત્તિની 9મી ડિસેમ્બરે હરાજી થવાની છે.

બાલાકૃષ્ણને કહ્યું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદની ભિંડી બજારમાં આવેલી પ્રોપર્ટીની સરકાર હરાજી કરવા જઇ રહી છે અને આ હરાજીમાં હું પણ ભાગ લઇ રહ્યો છું. હરાજીના જે પણ નિયમો છે મેં જાણ્યા છે. આજે હું પ્રોપર્ટી જોવા ગયો હતો પરંતુ ત્યાં હાજર બે સરકારી કર્મચારીઓએ મને હોટલને અંદરથી બતાવવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે તમારે જે પણ જોવું હોય તે બહારથી જોવો. જ્યારે સરકારના જ માણસો ડરતા હોય તો આમ આદમીની તો વાત ક્યાં કરવી.

મને ખબર છે કે, દાઉદની સંપત્તિ પહેલા પણ હરાજી થઇ છે અને જેમણે ખરીદી છે એ લોકોને હજુ સુધી એ પ્રોપર્ટી મળી નથી. અમે આ પ્રોપર્ટીને પોતાના હકમાં લેવા ઇચ્છીએ છીએ અને દેશ માટે કંઇક કરવા ઇચ્છીએ છીએ. આ બોલી ક્યાં સુધી જશે એનો મને અંદાજો નથી. આમ છતાં લોકોને અનુરોધ કરવા ઇચ્છું છું કે વધુને વધુ લોકો આ હરાજીમાં આવે અને દેશના લોકોને સંદેશો આપે કે હવે અમે ડરતા નથી. જો આ પ્રોપર્ટીને અમે ખરીદીશું તો ત્યાં ગરીબ બાળકો અને યુવતીઓ માટે કોમ્પ્યુટર ઇન્સ્ટીટ્યૂટ ખોલીશું અને મહિલાઓને સિલાઇ જેવા નાના મોટા કામ શીખવાડીશું.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, છોટા શકીલ, દાઉદ ઇબ્રાહિમ, પત્રકાર, મુંબઇ, હરાજી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन