Home /News /crime /

જામનગર: ભાદરા પાટીયા નજીકથી ઇનોવા કારમાંથી પકડાયા 22 લાખ રૂપિયા

જામનગર: ભાદરા પાટીયા નજીકથી ઇનોવા કારમાંથી પકડાયા 22 લાખ રૂપિયા

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભાદરા પાટીયા નજીકથી ગઇ કામે સાંજે પોલીસને મોટી સફળતા મળી છે. સુરત પાસિંગની ઇનોવા કારમાંથી બેનામી 22 લાખ રૂપિયા મળી આવ્યા છે. પોલીસે રદ થયેલી રૂ.500 અને 1000ની નોટોના બંડલ સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જામનગર #જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભાદરા પાટીયા નજીકથી ગઇ કામે સાંજે પોલીસને મોટી સફળતા મળી છે. સુરત પાસિંગની ઇનોવા કારમાંથી બેનામી 22 લાખ રૂપિયા મળી આવ્યા છે. પોલીસે રદ થયેલી રૂ.500 અને 1000ની નોટોના બંડલ સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંચો : ભાજપ કોર્પોરેટરના ભાઇ પાસેથી ઝડપાયા 31 લાખ રૂપિયા

કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત કરાતાં હવે બજારમાં કાળું નાણું મોટી માત્રામાં બહાર આવી રહ્યું છે. આ સંદર્ભે પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભાદરા પાટીયા નજીકથી રૂ.22 લાખની બેનામી સંપત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

જોડીયા પોલીસની ટીમે ગત સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ચેકિંગ દરમિયાન જીજે05 જે એચ 3320 નંબરની ઇનોવા કારને અટકાવી તપાસ કરતાં અંદરથી રદ કરાયેલ 500 અને 1000 રૂપિયાની 22 લાખની નોટો મળી આવી હતી. પોલીસે કાર ચાલક રાજાભાઇ નાથાભાઇ માડમની આ અંગે પુછપરછ કરી હતી. પરંતુ આ રૂપિયા અંગે કોઇ સ્પષ્ટતા ના કરાતાં પોલીસે શંકાસ્પદ રૂ.22 લાખની મત્તા સાથે આ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, ક્રાઇમ, ગુજરાતી ન્યૂઝ વીડિયો, જામનગર, નોટબંધી, પોલીસ`

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन