ગુજરાતમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર, લશ્કર એ તોયબા મેલી મુરાદ પાર પાડવાની ફિરાકમાં

Haresh Suthar | News18
Updated: July 18, 2015, 11:30 PM IST
ગુજરાતમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર, લશ્કર એ તોયબા મેલી મુરાદ પાર પાડવાની ફિરાકમાં
પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા ગુજરાતમાં ધમાકા કરવાની ફિરાકમાં હોવાનો ચોંકાવનારી વિગતો બહાર આવી છે. રાજ્યની ગુપ્તચર એજન્સીઓને મળેલી જાણકારી મુજબ આતંકવાદી આ સંગઠન ગુજરાતમાં 26/11ના હુમલાનું પુનરાવર્તન કરવાની વેતરણમાં છે. આગામી સપ્ટેમ્બર કે ઓક્ટોબર માસમાં રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ હુમલો કરાય એવી શક્યતા છે.

  • News18
  • Last Updated: July 18, 2015, 11:30 PM IST
  • Share this:
અમદાવાદા # પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા ગુજરાતમાં ધમાકા કરવાની ફિરાકમાં હોવાનો ચોંકાવનારી વિગતો બહાર આવી છે. રાજ્યની ગુપ્તચર એજન્સીઓને મળેલી જાણકારી મુજબ આતંકવાદી આ સંગઠન ગુજરાતમાં 26/11ના હુમલાનું પુનરાવર્તન કરવાની વેતરણમાં છે. આગામી સપ્ટેમ્બર કે ઓક્ટોબર માસમાં રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ હુમલો કરાય એવી શક્યતા છે.

સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગૃહ વિભાગને રાજ્યના ઇન્ટેલિજન્સ બ્યૂરો તરફથી આ જાણકારી આપવામાં આવી છે. જેમાં દહેશત વ્યક્ત કરાઇ છે કે, આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવી રહી છે જે સમય દરમિયાન આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા હુમલાઓ કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે.

ગૃહ વિભાગને સોંપવામાં આવેલા એક ગુપ્ત રિપોર્ટમાં કહેવાયું છે કે, 26 નવેમ્બર 2008માં મુંબઇમાં થયેલા હુમલાની થીમ પર આતંકવાદીઓ ગુજરાતમાં આતંક મચાવી શકે છે. સમુદ્ર કે રોડ માર્ગે આતંકવાદીઓ ગુજરાતમાં ઘૂસી મોતનું તાંડવ મચાવવા ષડયંત્ર કરી રહ્યા છે.

7 વર્ષ પહેલા અમદાવાદ ધણધણ્યું હતું
સાત વર્ષ પહેલા એટલે કે 26મી જુલાઇને 2008માં આતંકવાદીઓએ અમદાવાદને નિશાન બનાવ્યું હતું. શહેરમાં વિવિધ સ્થળોએ કરાયેલા 21 જેટલા સિરિયલ બ્લાસ્ટમાં 56 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.

MO મુંબઇ બ્લાસ્ટનીગુજરાતમાં હુમલા કરવા માટે મુંબઇમાં કરાયેલા હુમલાની મોડસ ઓપરેન્ડી (એમઓ) અપનાવવામાં આવે એવી પણ દહેશત છે. માછીમારને પકડી એની બોટ દ્વારા આતંકવાદીઓ ગુજરાતમાં ઘૂસી પોતાનો બદઇરાદો પાર પાડે એવી દહેશત છે.
First published: July 18, 2015, 11:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading